ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે ફેસબુક કંપનીનું નામ બદલીને મેટા કરી દીધું છે. હવે આ કંપની સત્તાવાર રીતે મેટા કહેવાશે. માર્ક ઝકરબર્ગે તેનો લોગો જાહેર કર્યો હતો અને કંપનીનું આગામી આયોજન પણ કહ્યું હતું. ઝકરબર્ગે કહ્યું હતું કે ફેસબુક નામથી કંપનીની પૂરી ઓળખ મળતી ન હતી. કંપનીએ દુનિયાને નવી ટેકનોલોજી આપી છે અને આગળના સમયમાં પણ એ દિશામાં મહત્વની કામગીરી કરશે.
ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે ફેસબુક કંપનીનું નામ મેટા કરવાની સાથે વર્ચ્યુઅલ રિયાલિટીના ક્ષેત્રે કંપની મોટું આયોજન હાથ ધરી રહી છે એવો સંકેત આપ્યો હતો. મેટા શબ્દ મેટાવર્સમાંથી લેવામાં આવ્યો છે. મેટાવર્સનો અર્થ વર્ચ્યુઅલ રિયાલિટી સાથે જોડાયેલો છે.
માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ફેસબુક કંપનીનું કામ માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું જ નથી. તે સિવાય કંપનીએ દુનિયાને આટલા વર્ષોમાં ઘણી નવી ટેકનોલોજી આપી છે. ફેસબુક નામથી કંપનીની યોગ્ય ઓળખ થતી નથી. માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે જ કંપનીને ઓળખવામાં આવે છે. મેટા નામ કંપનીની ટેકનોલોજીની ક્રાંતિને યોગ્ય રીતે રજૂ કરશે.
ફેસબુક કંપનીનું નામ મેટા થયું છે તે સાથે જ મેટામાં ૧૦ હજાર નવી નોકરીઓ સર્જાશે. મેટા વર્ચ્યુઅલ રિઆલિટીમાં સોશિયલ મીડિયાની જેમ મોનોપોલી સર્જવાની કોશિશ કરશે. માર્ક ઝકરબર્ગે મેટાના માધ્યમથી વર્ચ્યુઅલ રિયાલિટીમાં નવા પ્રયોગો હાથ ધરવાના સંકેતો આપ્યા છે.
લોકો ડિજિટલી એક બીજાને મળી શકે એવી ટેકનોલોજી વિકસાવવાનું કંપનીનું આયોજન છે. વર્ચ્યુઅલ રિયાલિટીના ઉપયોગથી કંપની એવી ટેકનોલોજી વિકસાવવા માંગે છે કે યુઝર્સ ડિજિટલી એ વર્ચ્યુઅલ વર્લ્ડનો સાક્ષાત્કાર કરી શકે.
કંપનીનું નામ બદલવાથી યુઝર્સના એકાઉન્ટમાં કોઈ જ ફરક પડશે નહીં. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામના નામ અને તેમાં બનેલા એકાઉન્ટ જેમના તેમ જ રહેશે. હા, કંપનીનો લોગો બદલાઈ જશે. ટ્રેડિંગનું નામ પણ હવેથી બદલાઈ જશે.
મેટા કંપની અંતર્ગત ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, ઓક્યુલસ, વર્કપ્લેસ, પોર્ટલ, ડાએમ જેવી નાની-મોટી ઘણી કંપનીઓ સક્રિય રહેશે. ટૂંકમાં અત્યાર સુધી ફેસબુક કંપનીના નેજા હેઠળ બીજા બધા પ્લેટફોર્મ આવતા હતા, પરંતુ હવે ફેસબુક પણ એ બધા જ પ્લેટફોર્મની જેમ મેટાનો હિસ્સો ગણાશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZAyDox
via IFTTT
Comments
Post a Comment