નવી દિલ્હી,૨૯ ઓકટોબર,૨૦૨૧,શુક્રવાર
ફટાકડાની શોધ ભલે મોર્ડન માનવામાં આવતી હોય પરંતુ પ્રાચીન ભારતમાં લોકો વિસ્ફોટ અને અગ્નિ પ્રકાશ ફેલાય તે પ્રકારના ફટાકડાથી પરીચિત હતા.તેનો ઉલ્લેખ ઇસ પૂર્વના કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી પણ મળે છે. જેમાં અગ્નિમાં ઝડપથી સળગી ઉઠે તેવા ગંધક પ્રકારના એક ચૂર્ણનું વર્ણન છે. આ ચૂર્ણને અગ્નિમાં નાખવાથી પ્રકાશના તેજ લિસોટા પડે છે. એટલું જ નહી જો તેને કોઇ ઠોસ નળાકારમાં ભરવાથી વિસ્ફોટ થાય છે. એક ખાસ પ્રકારનું લવણ જેને બારિક રીતે પીસી લેવાથી ઝડપથી સળગી ઉઠે તેવું ચૂર્ણ બની જાય છે.તેમાં ગંધક પ્રકારના તત્વ અને કોલસાની જીર્ણ ઉમેરી દેવામાં આવે તો તે વધુ વિસ્ફોટ બની જાય છે.
સામાન્ય રીતે દારુગોળાની શોધ ચીનમાં થઇ તેમ માનવામાં આવે છે પરંતુ ૨૦૦૦ વર્ષ પહેલા પણ ભારતમાં લોકો ફટાકડા અને ગન પાવડર અંગે જાણતા હતા.સુક્રાનીતિમાં પણ અગ્નિ આર્મ્સનો પ્રથમ ઉલ્લેખ મળે છે. એવું માનવામાં આવે છે કે ચીેને પણ ગન પાવડર અંગેનું નોલેજ ભારતમાંથી મેળવ્યું હતું. સિરિયાના રસાયણશાસ્ત્રીએ હસન અલ રમ્માહે ઇસ ૧૨૭૦માં પોતાના પુસ્તકમાં કર્યુ હતું. ભારતના મધ્યકાલીન ઇતિહાસની વાત કરીએ તો મોગલોના સમયમાં પણ દારુખાનું ફોડવામાં આવતું હતું. ઇસ ૧૬૩૩માં દારાશિકોહના લગ્નમાં હાથમાં ફૂલઝર અને ફટાકડા સહિતના અનેક પ્રકારનું દારુખાનું ફોડવામાં આવ્યું હતું.જો કે ઓરંગઝેબે દિવાળી પર ફોડાતા દારુખાનાને હિંદુધર્મ પ્રેકટિસ સાથે જોડીને દારુખાનું ફોડવા પર પ્રતિબંધ મુકયો હતો.૨૨ નવેમ્બર ૧૯૬૫ના રોજ મોગલ બાદશાહ ઔરંગઝેબે આ ફરમાન જાહેર કરીને અમલ કરાવ્યો હતો.
અમદાવાદ પ્રાંતની જનતાને અનુલક્ષીને તમામ સુબાઓને બાદશાહે હુકમ કર્યો કે આતશબાજી પ્રતિબંધિત છે.વળી ફૌલાદખાનને એવો પણ આદેશ કર્યો કે શહેરની અંદર ઢોલ પીટાવીને જાહેરાત કરો કે કોઇએ આતશબાજી કરવી નહી. હિંદુઓ દિવાળીનો તહેવાર ભગવાન રામના અયોધ્યામાં ચૌદ વર્ષના વનવાસ અને રાવણ ઉપર વિજયની ખુશાલીમાં ઉજવે છે.જેમાં દિવાઓ પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત ફટાકડા પણ ફોડવામાં આવે છે.
મિરાતે ૨૭૬નો ઉલ્લેખ જોતા ઔરંગઝેબે ગુજરાત પ્રાંતના સુબેદારને અમદાવાદ અને તેના પરગણા વિસ્તારમાં હિંદુ રીવાજ મુજબ દિવા પ્રગટાવવા અને દારુખાનું ફોડવું એ માત્ર અંધશ્રધ્ધા જ છે.એવું જાહેર કરીને તેની ઉજવણી પર પ્રતિબંધ મુકતો હુકમ કર્યો હતો.બ્રિટીશ શાસકો ભારતમાં આવ્યા ત્યારે પણ અવસર પ્રસંગે દારુખાનું ફોડવાનું પ્રમાણ વધ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BsTQOs
via IFTTT
Comments
Post a Comment