એનસીબીએ કેસને કોમર્સિયલ ક્વોઇનટિટી બનાવવાનો પ્રયત્ન કરતાં મામલો લાંબો ખેંચાયોઃ મુકુલ રોહતગી


મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૃખ ખાનનો પુત્ર આર્યન ખાન જેલમાંથી છૂટીને ઘરે પહોંચી ચૂક્યો છે. તેણે 25 દિવસ જેલમાં કાઢ્યા છે. તેના પછી તેને શનિવારે છોડવામાં આવ્યો છે. આ કેસમાં આર્યનના વકીલ મુકુલ રોહતગીએ કેસના કેટલાય પાસા પર વાતચીત કરી. મુકુલ રોહતગી લાંબા સમય પછી કોર્ટમાં પરત ફર્યા હતા. 

તેમણે જણાવ્યું હતું કે એનસીબીએ આર્યનના કેસને કોમર્સિયલ ક્વોઇનટિટી બનાવવાનો પ્રયત્ન કર્યો. તેના લીધે આ મામલો લાંબો ખેંચાયો. પણ આર્યન દ્વારા ડ્રગ્સના વપરાશના, વધારે પ્રમાણમાં ડ્રગ્સ રાખવાના કે ડીલિંગની કોઈ સાબિતી સામે ન આવી. આર્યન ખાન પાસેથી કશું જ પકડાયું ન હતું. 

રોહતગીએ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જો તમે એક વખત પકડાઈ જાવ તો દેશમાં જેટલી પણ પ્રોસીક્યુશન એજન્સી છે તે કેદીને વધુને વધુ સમય જેલમાં રાખવાનો પ્રયત્ન કરે છે. આપણા કાયદામાં સ્પષ્ટપણ કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેતો પકડાયો હોય તો તેની સાથે ડ્રગ પેડલર સાથે કરાય છે તેવો વ્યવહાર ન કરી શકાય. લો એજન્સીઓ  આમ કરવામાં નિષ્ફળ રહી અને નાના કેસને કોમર્સિયલ ક્વોન્ટિટીમાં પરિવર્તીત કરવાનો પ્રયત્ન કર્યો. 

તેમણે કહ્યું હતું કે સરકાર પર આ કેસમાં આરોપ મૂકવો યોગ્ય નહી હોય. વાસ્તવમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ સુધારો કરવાની જરુર છે. તેઓ ટ્રાયલ પહેલા કોઈને પણ જેલમાં નાખી દે અને સજા કરે તવું ન થવું જોઈએ. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝે તેના એપ્રોચમાં સુધારો કરવાની જરૃર છે. સરકારે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ સાથે બેઠક કરવી જોઈએ અને તેના પર વાત કરવી જોઈએ. જ્યારે પણ લો એજન્સીઝ યોગ્ય રીતે કામ કરશે ત્યારે નકામા કેસો ઓછા થશે અને કોર્ટ પર પણ દબાણ હળવું થશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CA80ik
via IFTTT

Comments