અમેરિકામાં ભારતીય મૂળના ફાર્મા કંપનીના સીઈઓની હત્યા



અમેરિકામાં ભારતીય મૂળના ફાર્મા કંપનીના સીઈઓ શ્રીરંગ અરવપલ્લીની લૂંટારાએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા ભારતીય મૂળના ફાર્મા કંપનીના સીઈઓ શ્રીરંગ અરવપલ્લી મોડી રાત્રે ઘરે આવતા હતા ત્યારે એક લૂંટારાએ ૮૦ કિલોમીટર સુધી તેમનો પીછો કરીને આખરે લૂંટના પ્રયાસમાં ગોળી ધરબીને તેમની હત્યા કરી નાખી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે રાત્રે અરવપલ્લી ઘરે પહોંચ્યા તે વખતે જ લૂંટારો પણ પાછળના દરવાજેથી અંદર ઘૂસ્યો હતો. લૂંટનો પ્રયાસ કરતો હતો એ વખતે તેણે ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા પછી આરોપી નાસી ગયો હતો. પરિવારજનોએ અરવપલ્લીને હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું.
આ સનસનીખેજ ઘટના પછી ન્યૂજર્સીમાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે ૨૭ વર્ષના આરોપી જેકઈ રેઈડ જોનની ધરપકડ કરી લીધી હતી. પોલીસના કહેવા પ્રમાણે  આરોપી શ્રીરંગ અરવપલ્લીને ઓળખતો ન હતો, પરંતુ તેણે તેના બાહ્ય દેખાવ પરથી કારનો પીછો કર્યો હતો.
આ ઘટના પછી રાજ્યના પોલીસ વડાએ દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે આરોપી સામે સખ્તાઈથી પગલાં ભરાશે. આ ઘટના માત્ર ન્યૂજર્સી માટે નહીં, પણ આખા દેશ માટે આંખ ઉઘાડનારી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZEOWkc
via IFTTT

Comments