સરહદ પર અવડચંડાઇથી ચીનને ભારતીય બજારમાં ૫૦ હજાર કરોડની ખોટ ?


નવી દિલ્હી,૩૦,ઓકટોબર, ૨૦૨૧,શનિવાર 

ચીન અને ભારત વચ્ચેના સરહદી સંબંધો તંગ બન્યા તેની અસર બંને દેશોના વેપારી સંબંધો પર થઇ છે. આમ તો ભારત જ ચીન પાસેથી વધુ માલ સામાન આયાત કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચીનના માલનો બહિષ્કાર કરવાનું પ્રમાણ વધતું જાય છે. લડ્ડાખથી માંડીને અરુણાચલપ્રદેશ સુધીની સરહદે ચીન દુશ્મનાવટભરી હરકતો કરે છે તેના પરીણામ સ્વરુપ ભારતીયોમાં ચીન માટે રોષ વધતો જાય છે. ખાસ કરીને દિવાળી જેવા પર્વમાં ચીનનો માલ સામાન ખૂબ વેચાતો હોય છે તેમાં ૫૦ હજાર કરોડનો ઘટાડો થયો છે. આ અંગે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (કેટ) કહયું કે ચીન સામાનનો બહિષ્કાર થવાથી ઘરઆંગણે બનતી વસ્તુઓના વેચાણથી અર્થ વ્યવસ્થાને ફાયદો થયો છે. 


ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચીની માલનો બહિષ્કાર કરવા જે પ્રયાસ થયો તેને સારો પ્રતિસદ મળ્યો છે. એક માહિતી મુજબ બાઘ બારશથી શરુ થઇને છેક લાભ પાંચમ સુધીના દિવસ સુધી દિવાળી પર્વની અસર જોવા મળે છે. તે દરમિયાન ફટાકડાથી માંડીને વિવિધ વસ્તુઓની ખરીદીમાં ૨ લાખ કરોડ રુપિયાનું ટર્નઓવર થાય છે. એક સમય હતો કે ચીન માલ સામાનનું ડંપિગ કરીને સારી એવું હુંડિયામણ મેળવતું હતું પરંતુ હવે લોકોને ચીની માલ સામાનમાં ઓછી દિલચસ્પી રહી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડસ જે કેટ તરીકે ઓળખાય છે જે ચીની માલ સામાનનો વિરોધ કરતું રહયું છે તેનું માનવું છે કે આ વખતે ચીનને માલસામાનના ખૂબ ઓછા ઓર્ડર મળ્યા છે. 

આમ તો ચીન કોઇ ધાર્મિક ઉત્સવ કે પરંપરામાં માનતું નથી પરંતુ કોઇ પણ દેશની ધાર્મિક પરંપરાનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓનું પ્રોડકશન કરે છે. નાસ્તિક ચીન ભારતીય દેવી દેવતાઓના ચિત્રો અને તેની ફ્રેમો પણ અત્યાર સુધી વેચતું રહયું છે. આ વષે રક્ષાબંધન પર્વમાં ચીનને ૫૦૦૦ હજાર અને ગણેશ ઉત્સવમાં ૫૦૦ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. રક્ષાબંધનથી દિવાળી સુધીના સમયગાળામાં ચીન પાસેથી ભારતીય વેપારીઓ કુલ ૭૦ હજાર કરોડ રુપિયાનો માલ લેતા હતા પરંતુ હવે ઓર્ડરમાં ઘરખમ ઘટાડો થઇ રહયો છે. ચીની માલસામાન બજારમાં ઠલવાય એટલે ઘરઆંગણાના લઘુ અને મધ્યમ ઉધોગ સાહસિકોને નુકસાન સહન કરવું પડતું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pTPCxo
via IFTTT

Comments