વિદેશી હૂંડિયામણ 90.8 કરોડ ડોલર ઘટીને 640.1 અબજ ડોલર


મુંબઇ : વિદેશી રોકાણકારોની વેચવાલી અને રૂપિયાના ઘસારાને પગલે ભારતીય વિદેશી હૂંડિયામણ અનામતમાં ગત સપ્તાહે ઘટાડો જોવા મળ્યો છે. ૨૨મી ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ પુરા થતા સપ્તાહે વિદેશી હૂંડિયામણ અનામત ૯૦.૮ કરોડ ડોલર ઘટીને ૬૪૦.૧ અબજ ડોલરના લેવલે પહોંચ્યું છે.

આ અગાઉના સપ્તાહ ૧૫મી ઓક્ટોબરના સપ્તાહે ૧.૪૯૨ અબજ ડોલરના વધારા સાથે ૬૪૧.૦૦૮ અબજ ડોલરના લેવલે પહોંચ્યું હતુ. કુલ અનામત ભંડોળમાં વધારાનું કારણ એફસીએ છે. 

આ રિપોર્ટિંગ સપ્તાહે ફોરેન કરન્સી એસેટ(એફસીએ) ૮૫.૩૦ કરોડ ડોલર ઘટીને ૫૭૭.૦૯૮ અબજ ડોલર થયું છે.

ફોરેન કરન્સી એસેટ, જે કુલ રિઝર્વમાં નોંધપાત્ર ભાગ ધરાવે છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના ઘસારાની અસર પણ એફસીએ પર પડે છે.

ગોલ્ડ રિઝર્વ પણ ૧૩.૮ કરોડ ડોલરના ઘટાડે ૩૮.૪૪૧ અબજ ડોલર થયું છે.

રિઝર્વ બેન્કે રજૂ કરેલ રિપોર્ટ અનુસાર આઇએમએફ પાસે રહેલ એસડીઆર ૭.૪૦ કરોડ ડોલર વધીને ૧૯.૩૨૧ અબજ ડોલર રહ્યું છે.

 આ સિવાય આઈએમએફ કુલ રિઝર્વ ૧ કરોડ ડોલરના વધારે ૫.૨૪૦ અબજ ડોલર થયું છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y5qgBi
via IFTTT

Comments