મ્યુનિ. લાઈસન્સનો ડર બતાવી ફેક્ટરી માલિક પાસેથી 31 લાખ ખંડણી પડાવી


ફેક્ટરીમાલિકના જૂના ડ્રાઈવર અને તેના સાગરિતનું પરાક્રમ

3.50 લાખ ચૂકવ્યા છતાં ફૂડ કલરની ફેક્ટરીના તમામ લાઈસન્સ કઢાવી ન આપ્યા પછી બ્લેકમેઈલિંગ કરી 3 વષે પૈસા પડાવતા ફરિયાદ

અમદાવાદ : ફૂડ કલરની ફેક્ટરીમાં મ્યુનિ.ના ગુમાસ્તા ધારા સહિતના અલગ અલગ લાઈસન્સ કઢાવી આપવાનું કહીને જુના ડ્રાઈવરે જ 3.50 લાખમાં સેટિંગ કરાવ્યું હતું. પૈસા વસૂલીને લાઈસન્સ અપાવાયા નહોતા. ઉલટાનું, જુના ડ્રાઈવર અને તેના સાગરિતે બ્લેકમેઇલીંગ કરીને ફેક્ટરી માલિક પાસેથી 31 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અઢી વર્ષ સુધી પૈસા ચૂકવતા રહેલા ફેક્ટરી માલિકે આખરે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વેજલપુરની ફીરદોસ સોસાયટીમાં રહેતા જાવેદભાઈ ફીરદોસભાઈ ગેલેરિયા (ઉ.વ. 30) વર્ષ 2017થી સરખેજમાં ખાદ્યકલરનો વેપાર કરે છે અને સાણંદ રોડ પર શાંતીપુરા પાસે ફેક્ટરી ધરાવે છે.

જુલાઈ-2018માં સરખેજ ખાતે સરખેજ ખાતે ફૂડ કલરનો વેપાર શરૂ કરતાં લાઈસન્સ કઢાવવાના હતા તેમજ ફેક્ટરીના ગુમાસ્તાધારા સહિતના લાઈસન્સ કઢાવવાના હતા.અગાઉ પોતને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા આરીફ ઘાંચી (રહે. આશિયાના રો હાઉસ, મકરબા)ને જાવેદભાઈએ વાત કરી હતી. આરીફ ઘાંચીએ સરખેજ ગામમાં રહેતા યુસુફ શરીફભાઈ ઘાંચી સાથે મુલાકાત કરાવી હતી.

યુસુફ ઘાંચીએ કહ્યું હતું કે, તેમના મિત્ર મયંકભાઈ ત્રિપાઠી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં નોકરી કરે છે અને લાઈસન્સ કઢાવી આપશે. બધા જ લાઈસન્સ કઢાવવા માટે કુલ 3.50 લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. જાવેદભાઈએ આરીફ ઘાંચી અને યુસુફ ઘાંચીને ટૂકડે ટૂકડે 3.50 લાખ ચૂકવી દીધા છતાં કોઈ લાઈસન્સ કઢાવી આપ્યા નહોતા. 

વર્ષ 2019માં યુસુફ ઘાંચીએ રૂપિયાનું દેૈણું થઈ જતાં આત્મહત્યાની કોશિષ કરી હતી અને સરખેજ પોલીસમાં બીજા શખ્સો વિરૂધૃધ માનસિક ત્રાસ આપવા બાબતે અરજી કરી હતી.

યુસુફ ઘાંચીએ ફેક્ટરી માલિક જાવેદભાઈને બોલાવીને કહ્યું હતું કે, સરખેજ પોલીસમાં માનસિક ત્રાસ આપવાની અરજી કરી છે તેમાં તારૂં નામ લખાવ્યું છે. બચવું હોય તો પતાવટના 20 લાખ રૂપિયા આપવા પડશે. બે લાખ રૂપિયા આપ્યા પછી જાવેદભાઈ રૂપિયા આપી ન શકતાં યુસુફે ધમકાવ્યા હતા. આથી, છ મહિનામાં યુસુફને 20 લાખ આપ્યા હતા. 

20 લાખ રૂપિયા ચૂકવ્યાના ચારેક મહિના પછી ફેબુ્રઆરી-2020માં આરીફ ઘાંચીએ આવીને કહ્યું હતું કે, યુસુફ ઘાંચીએ સરખેજ પોલીસમાં તારા વિરૂધૃધ કેસ કર્યો હતો તેની ખબર કલેક્ટર સાહેબને થઈ છે. તારા વિરૂધૃધ કાર્યવાહી રોકવી હોય તો વહિવટના 25 લાખ રૂપિયા આપવા પડશે.

જાવેદભાઈએ ડરીને ટૂકડે ટૂકડે પૈસા આપવાની વાત કરી હતી. આરીફે મારી રીતે સેટિંગ કરૂં છું, તમે મને પૈસા પછી આપી દેજો તેમ કહ્યું હતું. આ પછી આરીફ દર મહિને પૈસા લઈ જતો હતો. રૂપિયા આપવામાં મોડું થાય તો આરીફ સરખેજમાં આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો.

જાવેદભાઈએ તેમના મિત્ર સિકંદર સમા, ઈન્દ્રજીતસિંહ ઝાલા પાસેથી પૈસા લઈને દોઢ વર્ષમાં આઠ લાખ રૂપિયા આરીફને ચૂકવ્યા હતા. આમ, યુસુફ ઘાંચી અને આરીફ ઘાંચીએ ત્રણ વર્ષ દરમિયાન ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કુલ 31.50 લાખ પડાવ્યાની ફરિયાદ સરખેજ પોલીસમાં નોંધાવાઈ છે.

સરખેજ પી.આઈ. એસ જી દેસાઈએ જણાવ્યું કે, ફેક્ટરી માલિકને મ્યુનિ.ના અને સરકારી લાઈસન્સો અપાવવાના બહાને અને બ્લેકમેઈલ, ધમકાવીને 31.50 લાખ પડાવવાની ફરિયાદમા યુસુફ અને આરીફ ઘાંચીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં બન્ને આરોપીને ઝડપી ઊંડાણભરી તપાસ કરવામાં આવશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GBi1y9
via IFTTT

Comments