કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ સિનિયરોનો ઉધડો લીધો
મોંઘવારી સહિતના પ્રશ્નોએ માઝા મૂકી છે ત્યારે કોંગ્રેસને અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવા પ્રભારીની શીખ
અમદાવાદ : અમદાવાદમાં ઠાકોરભાઇ દેસાઇ હોલમાં સરદાર પટેલની જન્મજયંતિ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી નિમિત્તે વ્યાખ્યાન કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતુંકે, આંતરિક જૂથવાદ છોડીને પક્ષ ઉપરાંત ચૂંટણીના કામે લાગી જાઓ.
25 વર્ષ જેટલો સમય થયો. હજુ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી. ગુજરાતમાં મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા પ્રયાસો શરૂ કરાયાં છે. ઠાકોરભાઇ દેસાઇ હોલમાં આયોજીત વ્યાખ્યાન કાર્યક્રમમાં કોંગ્રેસે મનોમંથન કર્યુ હતું.
પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસની આંતરિક જૂથબંધીને નારાજગી વ્યક્ત કરી હતી. એટલુ જ નહીં, સિનિયર નેતાઓને જૂથવાદ છોડી પક્ષના કામે લાગી જવા નિર્દેશ કર્યો હતો. મોંઘવારી સહિત અનેક પ્રશ્નોએ માઝા મૂકી છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે કોંગ્રેસ અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવે તેવી પણ પ્રદેશ પ્રભારીએ શીખ આપી હતી.
સ્થાનિક સ્વરાજ સહિત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની પરાસ્ત થઇ છે ત્યારે પ્રદેશ પ્રભારીએ સિનિયર નેતાઓનો ઉધડો લેતાં જાહેરમાં કહ્યું કે, 25 વર્ષ જેટલો સમય થયો. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી. આ સમયગાળો ઘણો મોટો છે. જૂથવાદ છોડોને કામે લાગી જાઓ. કોંગ્રેસે રવિવારથી સભ્ય નોંધણી ઝુબેશનો ય આરંભ કર્યો હતો.
ધારાસભ્યોથી માંડીને તાલુકા-જિલ્લાના પદાધિકારીઓને અસરકારક રીતે સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવવા પણ અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્યોની બેઠકમાં આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે પ્રજાના પ્રશ્નોને લઇને લડત લડવા રણનીતિ ઘડવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bqS0mP
via IFTTT
Comments
Post a Comment