ફેમિલી પેન્શનની મર્યાદા વધારી મહત્તમ 2.5 લાખ રૂપિયા કરાઈ


નવી દિલ્હીઃ દિવાળી પહેલા સંરક્ષણ મંત્રાલયે ફેમિલી પેન્શનને લઈને મોટું એલાન કર્યુ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ બાળકોને આપવામાં આવનારી ફેમિલી પેન્શનની મહત્તમ મર્યાદા વધારી દેવામાં આવી છે. આ ફેરફારનો ફાયદો તે બાળકોને મળશે જેના માતાપિતા સાતમા કેન્દ્રીય વેતન પંચના અધિકાર ક્ષેત્રમાં આવતા હોય. આ ઉપરાંત બંનેના વારસદારમાં બાળકનું નામ નોંધાયેલું હોય.

મંત્રાલયના નિવેદન મુજબ સરકારી સેવામાં ઉચ્ચતમ પેન્શન સંશોધિત કરીને પ્રતિ માસ 2.5 લાખ રુપિયા કરાયું છે. આ નિર્ણયનો અમલ પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી થશે. આમ પહેલી જાન્યુઆરી 2016થી અત્યાર સુધી જન્માલે બાળકોને લાભ મળશે. 

સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના કર્મચારીઓ માટે આ આદેશ લાગુ કર્યો છે. હાલમાં સરકારી કર્મચારીનું બાળક જે બધી શરતો પૂરી કરે છે તે બે ફેમિલી પેન્શનને પાત્ર છે. બંને ફેમિલી પેન્શનની મહત્તમ રકમ પ્રતિ માસ 1,25,000 છે. 

જો બંને ફેમિલી પેન્શન સામાન્ય દર પર નિશ્ચિત છે તો પ્રતિ માસ મહત્તમ 75,000 રૂપિયા સુધી પેન્શન મળી શકે છે. આમ નવા ફેરફારના લીધે સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓના બાળકોને પેન્શન પેટે ઘણી મોટી રકમ મળશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pS79pC
via IFTTT

Comments