કન્હૈયાકુમાર કોમરેડમાંથી કોંગ્રેસી બન્યાઃ જિજ્ઞોશ મેવાણીએ પણ કોંગ્રેસનો હાથ ઝાલ્યો


નવી દિલ્હીઃ જેએનયુએસયુના ભૂતપૂર્વ વડા અને સીપીઆઇ નેતા રહી ચૂકેલા કન્હૈયાકુમાર અને ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞોશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે મેવાણીનું કહેવું છે કે તેમણે ટેકનિકલ કારણોસર કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું નથી, પરંતુ વૈચારિક રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયો છું. ૨૦૨૨ની ચૂંટણી કોંગ્રેસના ચિન્હ પર જ લડીશ. 

આ પહેલા કન્હૈયાકુમારે રાહુલ ગાંધીની સામે કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું. આ પહેલા રાહુલ ગાંધીની સાથે શહીદ-એ-આઝમ ભગતસિંહ પાર્કમાં કન્હૈયા કુમાર અને ગુજરાતના વિધાનસભ્યે જિજ્ઞોશ મેવાણી હાજર હતા. 

આ પ્રસંગે કન્હૈયા કુમારે જણાવ્યું હતું કે કેટલાક લોકો દેશની ચિંતન પરંપરા, સંસ્કૃતિ, મૂલ્ય, વર્તમાન અને ભવિષ્ય ખરાબ કરવામાં લાગેલા છે. હું દેશની સૌથી જૂની લોકતાંત્રિક પાર્ટીમાં સામેલ થવા માંગું છું. કોંગ્રેસ નહી બચી તો દેશ નહી બચે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ એક મોટા જહાજ જેવો છે, જો તેને બચાવાય તો મારુ માનવું છે કે કેટલાય લોકોની આકાંક્ષાઓ, મહાત્મા ગાંધીની એક્તા, ભગતસિંહની હિંમત અને બીઆર આંબેડકરના સમાનતાના વિચારની રક્ષા કરવામાં આવશે. આ કારણસર હું કોંગ્રેસમાં સામેલ થયો છું. 

બંનેના કોંગ્રેસમાં સામેલ થવા અંગે પક્ષના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે અમે આ યુવા નેતાઓ કન્હૈયાકુમાર અને જિજ્ઞોશ મેવાણીની સાથે કામ કરવાને લઈને આશાન્વિત છીએ, જેથી આ દેશ પર શાસન કરતી ફાસીવાદી તાકાતોને હરાવી શકાય. 

રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે કન્હૈયાકુમાર અને જિજ્ઞોશ મેવાણીએ સતત મોદી સરકાર અને તેમની હિટલરશાહી નીતિની સામે સંઘર્ષ કર્યો. અમારા સાથીઓને લાગ્યું કે તેમનો અવાજ રાહુલ ગાંધીની અવાજમાં મળવાની સાથે વધારે બુલંદ થઈ જશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kO7VBl
via IFTTT

Comments