ગોરખપુરની પોલીસે કાનપુરના પ્રોપર્ટી ડીલર મનિષ ગુપ્તાને ઢોરમાર માર્યો હતો. એમાં મનિષનું મૃત્યુ થયું હતું. યોગી આદિત્યનાથે મનિષની પત્નીની મુલાકાત લીધી હતી અને તેને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.
યોગી આદિત્યનાથે મનિષની પત્ની મિનાક્ષી સહિતના પરિવારને મળીને આશ્વાસન આપ્યું હતું. મિનાક્ષીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોરખપુરમાંથી કાનપુરમાં કેસ ટ્રાન્સફર કરવાની રજૂઆત કરી હતી એ પણ યોગીએ માન્ય રાખી હતી. મનિષના પરિવારે સીબીઆઈ તપાસની માગણી કરી હતી. સીએમ યોગીએ એ બાબતે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
તે ઉપરાંત યોગીએ મિનાક્ષીને સરકારી નોકરી અને રોકડ વળતર આપવાની જાહેરાત પણ કરી હતી. અગાઉ વળતર પેટે ૧૦ લાખ રૃપિયા આપવાની જાહેરાત કરી હતી એ રકમ વધારવાની અધિકારીઓને તાકીદ કરી હતી.
યોગીએ દાદાગીરી કરતા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોને તાકીદ કરી હતી કે જે ગુનાઈત કૃત્યો કરશે તેને તુરંત બરતરફ કરી દેવામાં આવશે. પોલીસની દાદાગીરી ચલાવી લેવાશે નહીં. યોગીએ કહ્યું હતું કે જે ઘટના બની તે ખૂબ જ શરમજનક છે. દોષિતોને સજા આપવામાં આવશે અને પીડિત પરિવારને ન્યાય અપાશે.
બીજી તરફ ગોરખપુરની એ મારપીટની ઘટનાને દબાવી દેવા માટે નવી થિયરી રજૂ થઈ છે. રાજ્યના એડીજી પ્રશાંત કુમારે કહ્યું હતું કે પોલીસ તપાસ કરવા હોટેલમાં પહોંચી હતી. એ વખતે હોટેલમાં ભાગદોડ મચી ગઈ હતી અને એમાં મનિષને ઈજા પહોંચી હતી. એ ઈજામાં તેનું મૃત્યુ થયું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ilV6wt
via IFTTT
Comments
Post a Comment