અગાઉ ફોર્મ સબમિટ ન કર્યુ હોય કે રજિસ્ટ્રેશન ન કર્યુ હોય તેઓને તક મળશે
અમદાવાદ : ગુજરાત યુનિ.દ્વારા કોમર્સ પ્રવેશ માટે ફરી રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવશે અને જે 2જી ઓક્ટોબરથી શરૂ થશે. અગાઉ ફોર્મ સબમિટ ન કરી શકનારા કે રજિસ્ટ્રેશન ન કરી શકનારા વિદ્યાર્થીઓને તક આપવામા આવશે.
ગુજરાત યુનિ.ની બી.કોમ,બીબીએ,બીસીએ સહિતની કોમર્સ કોર્સીસની 39 હજારથી વધુ બેઠકો માટે હાલ પહેલેથી જ 39 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટેની લાઈનમાં છે અને હજુ સુધી પ્રથમ રાઉન્ડ પૂર્ણ નથી થયો ત્યાં હવે નવેસરથી રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવનાર છે.
કારણકે આ વર્ષે 58 હજારથી વધુનું ક્વિક રજિસ્ટ્રેશન થયુ છે અને જેમાં 45 હજારથી વધુ વિદ્યાર્થીએ ફી ભરી કન્ફર્મ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.પરંતુ ઘણા વિદ્યાર્થીએ ક્વિક રજિસ્ટ્રેશનને કન્ફર્મ માની લીધુ હતુ અને ઘણા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યા બાદ ડોક્યુમેન્ટ જમા કરવા સહિતની કોઈ પણ પ્રક્રિયા કરી ન હતી. જેથી આવા ઘણા વિદ્યાર્થીઓની રજૂઆતો આવી હતી.જેને પગલે યુનિ.દ્વારા હવે 2જીથી નવુ રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવનાર છે.
આજે પ્રથમ રાઉન્ડમાં ફી ભરવાની અને રિપોર્ટિંગ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.પ્રથમ રાઉન્ડ બાદ પણ હજુ હજારો બેઠકો ખાલી છે અને જેમાં સૌથી વધુ બી.કોમની છે.પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરી લેનારા વિદ્યાર્થીઓ પણ બીજીથી શરૂ થનારા સેકન્ડ રાઉન્ડ કમ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F64n5p
via IFTTT
Comments
Post a Comment