લંડન, તા.૨૮
ઈંગ્લેન્ડની એકમાત્ર ફૂટબોલ વર્લ્ડ કપ જીતનારી ટીમના વધુ એક ખેલાડી રોજર હંટનું ૮૩ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતા. હંટના અવસાનની સાથે ઈંગ્લેન્ડે ૧૯૬૬માં વર્લ્ડ કપ જીતનારી ફૂટબોલ ટીમનો વધુ એક સભ્ય ગુમાવ્યો છે. હવે તે વર્લ્ડ ચેમ્પિયન ટીમના માત્ર ત્રણ જ ખેલાડીઓ બોબી ચાર્લટન, જ્યોફ હર્સ્ટ અને જ્યોર્જ કોહેન જ જીવીત છે. જ્યારે મે,૨૦૧૮થી લઈને અત્યાર સુધી ચેમ્પિયન ટીમના છ ખેલાડીઓના અવસાન થઈ ચૂક્યા છે.
રોજર હંટ ઈ.સ. ૧૯૬૬માં રમાયેલા ફિફા વર્લ્ડ કપની છ મેચ રમ્યા હતા, જેમાં તેમણે કુલ ત્રણ ગોલ ફટકાર્યા હતા. ઈંગ્લિશ પ્રીમિયર લીગ કલબ લીવરપૂલના સુપરસ્ટાર ખેલાડી હંટે કલબ તરફથી ૨૮૫ ગોલ ફટકાર્યા હતા. તેઓ લીવરપૂલ તરફથી સૌથી વધુ ગોલ ફટકારવામાં ઈયાન રશ પછી બીજા સ્થાને હતા.
ઈ.સ. ૧૯૩૮માં લંકાશાયરના ગ્લાઝેબરીમાં જન્મેલા હંટે લીવરપૂલ તરફથી ૪૯૨ મેચોમાં ૨૮૫ ગોલ ફટકાર્યા હતા. જ્યારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેમણે ૩૪ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતુ અને ૧૮ ગોલ ફટકાર્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EX1Wlz
via IFTTT
Comments
Post a Comment