નવી દિલ્હીઃ દિલ્હીમાં જામિયા નગરના મુસ્લિમો દ્વારા નૂર નગરમાં સ્થિત એક મંદિરને બચાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં કાયદાકીય લડત આપી ભાઇચારાની મિસાલ રજૂ કરી. જામિયા નગરના વોર્ડ નંબર ૨૦૬ની કમિટી દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું હતું કે મંદિરની જોડે બનેલી ધર્મશાળાને રાતોરાત હટાવાઈ હતી, પરંતુ અહીં વાસ્તવમાં મંદિર છે તેને નુકસાન ન પહોંચાડાય.
અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે પોલીસે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે અતિક્રમણ હટાવતા સમયે કોઈ વિવાદ ન થાય, લે આઉટના પ્લાનમાં મંદિર છે ત્યાં જ રહે. દિલ્હી સરકાર, પોલીસ કમિશ્નર તેમજ જામિયા નગર પોલીસ સ્ટેશન ઇનચાર્જે બેન્ચને આશ્વાસન આપ્યું કે ભવિષ્યમાં મંદિરના સંકુલમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસરનું અતિક્રમણ નહીં થાય. તેની સાથે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પણ કોઈ સમસ્યા નહી થાય.
અરજદારોએ જણાવ્યું હતું કે મંદિરનું બાંધકામ ૧૯૭૦માં થયું હતું, જે ડીડીએના લે-આઉટમાં સામેલ છે. મંદિરમાં ઘણી મૂર્તિઓ છે, પરંતુ હવે બિલ્ડર દ્વારા આસપાસના વિસ્તારની સાથે હવે મંદિરને હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આવું થવાથી આ વિસ્તારનમાં તનાવ વધી શકે છે.
વાસ્તવમાં થોડા સમય પહેલા મંદિરની જમીન પર કબ્જા કરવાના ઇરાદાથી મંદિરની દેખરેખ રાખનારાઓએ જોડે આવેલી ધર્મશાળાનો એક હિસ્સો તોડી નાખ્યો હતો. જામિયાનગર વોર્ડ કમિટીના વડા સૈયદ ફોજુલ અજીમ (અર્શી)ની અરજીની સુનાવણી કરતાં ન્યાયાધીશ સંજીવ સચદેવાની બેન્ચે જણાવ્યું હતું કે લે-આઉટ મુજબ તે સ્થળે મંદિર છે અને તેના પર અતિક્રમણ કરવાની છૂટ નથી.
આ ઉપરાંત દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર, પોલીસ વડા, સાઉથ એમસીડી અને જામિયા નગરના પોલીસ સ્ટેશન ઇનચાર્જને આદેશ આપ્યો કે તે સુનિશ્ચિત કરે કે ભવિષ્યમાં મંદિરના સંકુલમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ નહી થાય.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XW3Cus
via IFTTT
Comments
Post a Comment