ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ નોઈડામાં દરોડાં પાડીને ૨૧ કિલો ડ્રગ્સ સાથે ત્રણ વિદેશી નાગરિકોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં બે અફઘાનિસ્તાની અને એક ઉઝબેકિસ્તાની નાગરિક છે. ત્રણેય આરોપીઓ મુંદ્રા પોર્ટના ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા છે.
નોઈડા અને દિલ્હીના વિસ્તારોમાં દરોડાં પાડીને ડીઆરઆઈના અધિકારીઓએ ૧૦ કિલો કોકેઈન, ૧૧ કિલો હેરોઈન સાથે ત્રણ વિદેશી નાગરિકોને પકડી લીધા હતા. વિવિધ સ્થળોએ દરોડાં પાડયાં એ વખતે ૩૮ કિલો માદક દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો.
એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે પકડાયેલા આરોપીઓ મુંદ્રા બંદરેથી જપ્ત થયેલા ડ્રગ્સના રેકેટમાં સંડોવાયેલા છે. ડ્રગ્સના આ રેકટમાં મોટા માથા સંડોવાયેલા હોવાની શક્યતા છે. ડ્રગ્સના રેકેટના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે તપાસ એજન્સીએ કવાયત શરૃ કરી છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે આ દેશવ્યાપી ડ્રગ્સનું રેકેટ છે. દેશના દરેક રાજ્યોમાં ડ્રગ્સનો જથ્થો મોકલાતો હતો. એ બધા જ સ્થાનિક ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટેના પ્રયાસો પણ હાથ ધરાયા છે.
દિલ્હી અને આસપાસમાં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના જે નાગરિકો રહે છે તેની સામે તપાસ એજન્સીઓએ વોચ ગોઠવી છે. આગામી દિવસોમાં ડ્રગ્સના આખા આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ દરોડાં પડાશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CYD2Ae
via IFTTT
Comments
Post a Comment