મુંબઇ : વિશ્વની મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિના સંકેત આપ્યા બાદ ગ્લોબલ બોન્ડ માર્કેટને ફટકો લાગ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં વ્યાજદર વધશે તેવી આશંકાએ બોન્ડ માર્કેટમાં ચાલુ વર્ષનો સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે.
રોકાણકારોએ પાછલા સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડની તાજેતરની ધિરાણનીતિની બેઠકોને ધ્યાનમાં રાખીને સરકારી બોન્ડની વેચવાલી કરી હતી, બંને દેશોની મધ્યસ્થ બેન્કોએ ટૂંકા ગાળાના ઉધાર ખર્ચને વધારીને વધતા ફુગાવાના દબાણનો પ્રતિકાર કરવાની તૈયારી દર્શાવી હતી.
હાલ યુરોપમાં ઉર્જાની કિંમતોમાં વૃદ્ધિ, ખાસ કરીને યુકેમાં, ફંડ મેનેજરોની આશંકાને વધારે પ્રબળ બનાવી છે કે, ફુગાવામાં વધારો અગાઉની તુલનાએ વધારે સુધી રહેશે.
નોમુરા એસેટ મેનેજમેન્ટના બોન્ડ ફંડ મેનેજરે કહ્યુ કે, મધ્યસ્થ બેન્કો અમને એવુ સમજાવવાની કોશિશ કરી રહી છે કે, ફુગાવો ક્ષણિક છે. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા અમને એવુ લાગી રહ્યુ છે કે તેઓ નજર અંદાજ કરી રહ્યા છે, જો તમે એવુ દેખાડવા ઇચ્છા હોવ કે અગાઉની તુલનાએ હાલ સસ્તુ છે તો તે ખોટી વાત છે.
નોંધનિય છે કે, મંગળવારે ૧૦ વર્ષીય યુએસ ટ્રેઝરીની યીલ્ડ, જે વિશ્વભરમાં ફાઇનાન્સિયલ એસેટ્સ માટે બેન્ચમાર્ક છે, તે ૧.૫૫ ટકાના સ્તરે પહોંચી ગઇ છે, જે જૂન પછીનું સૌથી ઉંચી લેવલ છે અને એક સપ્તાહ પૂર્વેના ૧.૩૧ ટકાથી તીવ્ર વૃદ્ધિ થઇ છે. યુકેમાં વૃદ્ધિ સૌથી તીવ્ર રહી છે અને ૧૦ વર્ષની ગિલ્ટ યિલ્ડ ગત વર્ષના માર્ચ બાદ પહેલી વાર ૧ ટકાને વટાવી ગઇ છે.
યુરોઝોન પણ જ્યાં વ્યાજદર વધવાની સંભાવના હજી ઘણી દૂર છે, પણ બાકાત રહી શક્યુ નથી. ૧૦ વર્ષીય જર્મન બોન્ડની યીલ્ડ મંગળવારે વધીને ત્રણ મહિનામાં સૌથી ઉંચી ૦.૧૭ ટકા થઇ હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ydh5yH
via IFTTT
Comments
Post a Comment