તેયોતિવાકન સભ્યતાના લોકો ખગોળ વિજ્ઞાનની મદદથી નદીઓ પર રસ્તા બનાવતા


મેકિસકો સિટી, ૨૮ સપ્ટેમ્બર,૨૦૨૧,મંગળવાર 

મેકિસકોમાં મળેલી પ્રાચીન સભ્યતાએ પ્રાચીન માનવનું વધુ એક રહસ્ય ખોલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેયોતિવાકન સભ્યતા મેકિસકો સિટીની ઉત્તર પૂર્વમાં ૪૦ કિમી દૂર હતી પરંતુ તેનો મોટા ભાગનો વિસ્તાર દબાતો રહયો હતો.મેકિસકો સિટી પાસે સદીઓ પહેલા પ્રાચીન સભ્યતા મળવીએ શોધ અને સંશોધનનો વિષય છે. આ સભ્યતા કેટલી જુની છે તે બાબતે તેના ઢાંચા અને રસ્તાઓનું અભ્યાસ કરલામાં આવી રહયો છે. મોટે ભાગે તેયૉતિવાકન સભ્યતાના નિશાન જોવા મળે છે. સંશોધકોને ધ્યાનમાં આવ્યું કે પ્રાચીન સમાજમાં ઇજનેરીક્ષેત્રમાં ઉમદા કામ થયું હતું. 


લોકો ખગોળીય વિજ્ઞાાનના આધારે નદીઓ પર રસ્તાઓનું નિર્માણ કરતા હતા. શહેર બનાવવા માટે માટીથી લઇને પથ્થરોનું પણ ભારવહન કરતા હતા. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પુરાતત્વવિદ નાગા સૂગિયામના જણાવ્યા મુજબ આપણે ઇતિહાસ કરતા પણ તેના એકશન્સના પુરાવા પર રહેવું જોઇએ. એક રિપોર્ટ મુજબ ૧૦૦ બીસીએ થી ૫૦૦ સીઇ સુધી તેયૉતિવાકન પ્રાચીન દુનિયામાં સૌથી મોટા શહેરોમાં એક ગણાતું હતું. આ અંદાજે ૨૧ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું હતું.તેમાં અનેક પિરામીડ,પ્લાઝા, કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારો હતા. કેટલાક બાંધકામ આજેપણ જોવા મળે છે કેટલાક ગાયબ થઇ ગયા છે.

લીદાર ટેકનોલોજીની મદદથી લૂપ્ત થયેલા ઢાંચાના પણ નિશાન શોધવામાં આવ્યા છે. તેની મદદથી અંડર ગ્રાઉન્ડ ઢાંચાને લેઝર લાઇટ રિફલેકટ કરીને જોઇ શકાય છે. રિસચર્સને તેના માટે લીદાર, જમીની સર્વે અને પહેલાથી એકત્ર કરેલા ડેટાની મદદથી  આજની તેયૉતિવાકન ખીણ અને પ્રાચીન સભ્યતાની સરખામણી કરવામાં આવી હતી. એમાં પણ ૬૫ ટકા જેટલા શહેરી વિસ્તારો પ્રાચીન સભ્યતાના હોય તેના એંગલ પર બન્યા હતા.પ્રાચીન દીવાલો પર આજના ઢાંચા તૈયાર કરવામાં આવી રહયા છે. તેયૉતિવાકન સભ્યતા એટલી નિપૂણ હતી કે નદીઓના પ્રવાહને વાળીને નહેર બનાવી શકતી હતી.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39JqjVk
via IFTTT

Comments