મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને પીએમ પોષણ યોજના કરાયું



(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓંમાં ચલાવવામાં આવતી  રાષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ બાલવાટિકા અને પ્રિ પ્રાયમરી વર્ગોના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવશે તેમ સરકારે આજે જણાવ્યું હતું. 

આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ ૧૧.૨ લાખથી વધુ સરકારી શાળાઓના ૧૧.૮૦ કરોડ બાળકોને બપોરનું ભોજન આપવામાં આવશે. હાલમાં સરકારે આ સ્કીમને આગામી પાંચ વર્ષ સુધી ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની પાછળ કુલ ૧.૩૧ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ થશે. 

નવી યોજનામાં તિથિ ભોજનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. તિથિ ભોજનમાં તહેવાર પ્રસંગે લોકો સરકારી શાળાના બાળકોને ભોજન કરાવે છે. પીએમ પોષણ સ્કીમ હેઠળ શાળાના બાળકોને રાંધેલો ગરમ ખોરાક આપવામાં આવશે.

આ અંગેની જાહેરાત કરતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ)ની બેઠકમાં પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારી અને સરકારની ગ્રાન્ટથી ચાલતી શાળાઓના ધો. ૧ થા ૮ના વિદ્યાર્થીઓને ગરમ રાંધેલો ખોરાક આપવામાં આવશે.

આ સ્કીમમાં હવે પ્રિ પ્રાયમરી અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવશે. આ યોજના પાછળ કેન્દ્ર સરકાર ૫૪૦૬૧.૭૩ કરોડ રૃપિયાનો ખર્ચ કરશે અને રાજ્ય સરકારો પાસેથી ૩૧૭૩૩.૧૭ કરોડ રૃપિયા વસુલ કરવામાં આવશે. જોે  કે અનાજ માટે કેન્દ્ર સરકાર અલગથી ૪૫૦૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zUornA
via IFTTT

Comments