દુબઈ, તા.૨૯
ગ્લેન મેક્સવેલના ૩૦ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેના અણનમ ૫૦ રન તેમજ શ્રીકાર ભરતના ૪૪ રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૭ બોલ બાકી હતા, ત્યારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટથી જીત હાંસલ કરી હતી. બેંગ્લોર તરફથી કેપ્ટન કોહલીએ ૨૫ અને પડિક્કલે ૨૨ રન કર્યા હતા. રોયલ્સ તરફથી રહેમાને બે વિકેટ ઝડપી હતી. આ જીત સાથે બેંગ્લોરના ૧૧ મેચમાં ૭ જીત સાથે ૧૪ પોઈન્ટ થઈ ગયા છે અને તે ત્રીજા ક્રમે છે. જ્યારે રાજસ્થાન ૧૧ મેચમાં ૮ પોઈન્ટ સાથે છેક સાતમા ક્રમે છે.
અગાઉ રાજસ્થાન રોયલ્સે ઓપનર લુઈસના આક્રમક ૫૮ રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આઇપીએલ ટી-૨૦માં નવ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. આક્રમક શરૃઆત કરનારી રાજસ્થાનની ટીમ જંગી સ્કોર ખડો કરશેે તેમ મનાતું હતું. જોકે બેંગ્લોરના બોલરોએ અસરકારક પુનરાગમન કરતાં હરિફ ટીમને નવ વિકેટે ૧૪૯ સુધી સિમિત રાખી હતી.
બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ રાજસ્થાન રોયલ્સને બેટીંગમાં ઉતાર્યું હતુ. લુઈસે ૩૭ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૮ રન નોંધાવ્યા હતા. તેણે અને યશસ્વી જયસ્વાલની જોડીએ ૮.૨ ઓવરમાં ૭૭ રન જોડયા હતા. જોકે, બંને ઓપનરો આઉટ થયા તે પછી રાજસ્થાનની ટીમ ધીમી પડી ગઈ હતી. કેપ્ટન સેમસને ૧૯ રન કર્યા હતા.
હર્ષલ પટેલે ૩૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલ અને અહમદની જોડીએ ૨-૨ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kTiNhb
via IFTTT
Comments
Post a Comment