સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવમાં મથકો પાછળ ઘટાડો


(ગુજરાત સમાચાર કાર્યાલેય) મુંબઇ : મુંબઈ તેલ-બિયાં  બજારમાં આજે સિંગતેલ તથા કપાસિયા  તેલના  ભાવમાં  ઘટાડો આગળ વધ્યો હતો. આયાતી   ખાદ્યતેલો જોકે ઉંચા બોલાતા  થયા હતા   અમેરિકામાં સોયાતેલના ભાવ  આજે સાંજે   પ્રોજેકસનમાં  ૨૪થી ૨૫ પોઈન્ટ પ્લસમાં    રહ્યા હતા.

મુંબઈ  બજારમાં  ૧૦ કિલોના ભાવ  સિંગતેલના  રૂ.૧૫૧૦   જ્યારે કપાસીયા   તેલના રૂ.૧૪૩૫  રહ્યા હતા.  ઉત્પાદક મથકોએ  સિંગતેલના ભાવ  ઘટી રૂ.૧૪૫૦થી  ૧૪૭૫  તથા ૧૫ કિલોના   રૂ.૨૩૨૦થી  ૨૩૪૦  રહ્યા હતા.   જ્યારે કોટન વોશ્ડના  ભાવ રૂ.૧૩૭૦  રહ્યા હતા. મુંબઈ બજારમાં   આયાતી પામતેલના  ભાવ  રૂ.૧૨૧૦   જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ  રૂ.૧૧૪૦ રહ્યા હતા.   સોયાતેલના  ભાવ ડિગમના  રૂ.૧૨૮૫ તથા રિફા.ના  રૂ.૧૩૨૫ બોલાતા હતા.

સનફલાવરના ભાવ  વધી રૂ.૧૩૧૦  તથા રિફા.ના  રૂ.૧૩૭૦  રહ્યા હતા.     મસ્ટર્ડના ભાવ  રૂ.૧૭૪૦ તથા  રિફા.ના  રૂ.૧૭૭૦  બોલાતા હતા.  પામતેલમાં  આજે નવા  વેપારો  ધીમા હતા. કોપરેલના  ભાવ ૧૦ કિલોના  રૂ.૧૭૧૦ તથા રાઈસ બ્રાનના રૂ.૧૩૦૦ બોલાઈ રહ્યા હતા.

મુંદ્રા ખાતે સોયાતેલના ભાવ રૂ.૧૩૧૫ તથા હઝીરા ખાકે   રૂ.૧૩૨૫  વિવિધ  ડિલીવરીના બોલાઈ રહ્યા હતા.  દરમિયાન,  મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો  વધી ૨૨,૩,૪ તથા ૭ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો. જ્યારે ત્યાં   પામ પ્રોડકટના ભાવ  ૫થી ૧૨.૫૦  ડોલર ઉંચકાયા  હતા. મલેશિયાથી  પામતેલની કુલ નિકાસ સપ્ટેમ્બરમાં   આશરે ૪૩થી ૪૪ ટકા વદી હોવાનું   આઈટીએસના  સૂત્રોએ  જણાવ્યું હતું.   

ઘરઆગણે આજે સોયાબીનની આવકો  મધ્ય-પ્રદેશ ખાતે  ૧ લાખ ૬૦ હજાર ગુણી   તથા ઓલ ઈન્ડિયા   આવકો ૨ લાખ ૧૫ હજાર ગુણી આવી હતી. મધ્ય પ્રદેશ  ખાતે ભાવ  જાતવાર  રૂ.૩૦૦૦થી ૬૫૦૦ બોલાઈ રહ્યા હતા.   નવી મુંબઈ  બંદરે આજે   સનફલાવરના ભાવ વિવિધ ડિલીવરીના  રૂ.૧૩૧૦થી  ૧૩૨૦  રહ્યા હતા.   જ્યારે  ચેન્નાઈ ખાતે  ભાવ રૂ.૧૩૨૦  રહ્યા હતા.

દરમિયાન,   અમેરિકાના  કૃષી બજારોમાં  ઓવરનાઈટ  ટ્રેડમાં  કોટનના ભાવ  ૨૦૦ પોઈન્ટ  ઉછળ્યા હતા.  જ્યારે  સોયાબીનના  ભાવ ૧૦૪ પોઈન્ચ  તૂટયા હતા.  ચીનમાં  પાવર શોર્ટેજના  પગલે ઓઈલ મિલોમાં  સોયાબીનના પિલાણને  પ્રતિકૂળ  અસર પડયાના સમાચાર હતા.

અમેરિકામાં સોયાતેલના ભાવ  પણ ઓવરનાઈટ  ૫૩ પોઈન્ટ  નરમ રહ્યા હતા.  જ્યારે   સોયાખોળના  ભાવ  શાંત  હતા. મુંબઈ ખોળ  બજારમાં   આજે ટનના ભાવ  સિંગખોળના  રૂ.૧૦૦૦ વધી  આવ્યા હતા જ્યારે   અન્ય  ખોળો શાંત હતા. 

 મુંબઈ હાજર એરંડાના  ભાવ આજે કિવ.ના   રૂ.૧૦ વધી રૂ.૬૧૬૫  રહ્યા હતા    જ્યારે હાજર દિવેલના   ભાવ ૧૦ કિલોના  રૂ.બે વધી  જાતવાર ભાવ  રૂ.૧૨૫૩થી ૧૨૭૩  બોલાઈ રહ્યા હતા. 

વાયદા બજારમાં  સીપીઓના ભાવ નીચામાં  રૂ.૧૧૦૯.૫૦ થઈ  સાંજે   રૂ.૧૧૨૨.૫૦  જ્યારે સોયાતેલ   વાયદાના  નીચામાં  રૂ.૧૩૦૬ થઈ  રૂ.૧૩૧૮ રહ્યા હતા. સોયાબીન વાયદામાં તથા  મસ્ચર્ડ સીડના  વાયદામાં આજે  સાંજે  ભાવમાં   ધીમો સુધારો   જોવા મળ્યો હતો.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y0JZS0
via IFTTT

Comments