મુસ્લિમ મહિલાએ હિંદુ મંદિરમાં ભેટ આપ્યું કૃષ્ણનું ચિત્ર


કોઝિકોડઃ કેરળમાં કોઝિકોડમાં એક મુસ્લિમ મહિલાએ હિંદુ મંદિરમાં ભગવાન કૃષ્ણની પેઇન્ટિંગ ભેટ કરવાની વાતે કેટલાયને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. કેરળમાં કોઝિકોડમાં રહેનારી ૨૮ વર્ષીય મુસ્લિમ મહિલા જસના સલીમે ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૃપની બનાવેલી પેઇન્ટિંગ ચર્ચાનો વિષય બની છે. કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં પંડાલમ પાસે ઉલાનાડૂ સ્થિત શ્રીકૃષ્ણ સ્વામી મંદિરમાં લાગેલી મૂર્તિની સામે જસના સલીમે બનાવેલું પેઇન્ટિંગ સુપ્રદ કર્યુ. આ પેઇન્ટિંગને ઉન્ની કન્નન નામ આપવામાં આવ્યું છે, જેનો મલયાલમમાં અર્થ થાય છે કૃષ્ણનું બાલસ્વરુપ. 

જસના સલીમે છેલ્લા છ વર્ષમાં કૃષ્ણના કેટલાય ચિત્રો બનાવ્યા છે, પરંતુ તેમની આસ્થાએ કોઈપણ ચિત્રને તેમના ઘરમાં રાખવાની મંજૂરી ન આપી. તે છેલ્લા કેટલાય વર્ષોથી ત્રિશૂરના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિરને શ્રીકૃષ્ણના બાલસ્વરુપના ચિત્રો ભેટમાં આપતી રહે છે, પરંતુ પરંપરા અને રીતરિવાજોના લીધે તેને મંદિરના ગર્ભગૃહમાં જવાની મંજૂરી નથી. 

જસના સલીમ પોતે બે બાળકોની માતા છે. તે ત્રણ ભાઇ-બહેનોમાં નાની હોવાના લીધે માબાપ તેને નાનપણમાં કન્ના કહીને બોલાવતા હતા. તેનો અર્થ થાય પ્રિય બાળક અથવા તો કૃષ્ણ માટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે. તે છેલ્લા પાંચથી છ વર્ષથી કૃષ્ણની પેઇન્ટિંગ બનાવી રહી છે. પરંતુ રવિવારે તેનું સ્વપ્ન ત્યારે સાચુ પડયુ જ્યારે તેના બનાવેલા પેઇન્ટિંગને મંદિરની અંદર ભગવાનની મૂર્તિની જોડે બગલમાં જગ્યા મળી. તેણે કહ્યું હતું કે આ મારા માટે સ્વપ્ન જેવું હતું. આ ઉપરાત હું પોતે ઉલાનાડુ મંદિરના અધિકારીઓના વ્યવહારથી ઘણી પ્રભાવિત થઈ. જો કે આ રીતે કૃષ્ણનું ચિત્ર બનાવવા માટે તેણે ઘણા વિરોધનો સામનો કરવો પડયો, પરંતુ તેના પતિએ તેને હંમેશા સાથ આપ્યો.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AWRBDH
via IFTTT

Comments