મુંબઇ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઘટતા અચકી ફરી ઉંચકાયા હતા. સાઉથ આફ્રિકાની સોનાની ખાણોમાં કામ કરતા કામદારો વેતન વૃદ્ધીની માગના સમર્થનમાં એક છત્ર હેઠળ આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં હડતાલ પડવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટતા અટકી ઔંશના ૧૭૩૨થી ૧૭૩૩ ડોલરથી વધી આજે ૧૭૪૨થી ૧૭૪૩ ડોલર રહ્યા હતા. ચાંદીના વૈશ્વિક ભાવ પણ વધી ૨૨.૨૮થી ૨૨.૨૯ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ઝવંંરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૪૭૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૭૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદી ઘટતી અચકી કિલોના રૂ.૬૧૦૦૦ના મથાળે ટકેલી રહી હતી. વૈશ્વિક ક્રૂડતેલના ભવા આજે આશરે પોણો ટકો ઘટયા હતા.
ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના આજે સાંજે ૭૪.૮૦ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૭૮.૪૮ ડોલર રહ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૫૯૦૪ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૫૯૫૭ વાળા રૂ.૪૬૨૩૮ થઈ રૂ.૪૬૦૮૯ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૫૯૬૨૮ વાળા રૂ.૫૯૯૯૬ રહ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F73tWu
via IFTTT
Comments
Post a Comment