ગુજરાત હેરોઇન-ડ્રગ્સની હેરાફેરીનુ એપી સેન્ટર બની ગયું છે : કોંગ્રેસ


ડ્રગ્સ માફિયાઓને કોણ બચાવી રહ્યું છે

નાર્કોટિક્સના વડાની નિમણૂક કેમ નથી કરાઇ : મુંદ્રા પોર્ટ પરથી 25 હજાર કિલો હેરોઇન-ડ્રગ્સ કયાં ગયું, સરકાર કેમ ચૂપ છે ?

અમદાવાદ : ભાજપ સરકાર રાજ્યની સમુદ્રી સરહદ અને બંદરોની રાષ્ટ્રીય સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ રહ્યુ છે . ગુજરાત હેરોઇન- ડ્રગ્સની હેરાફેરીનુ એપી સેન્ટર બન્યુ છે તેવો આરોપ મૂકતાં કોંગ્રેસે એવા સવાલો ઉઠાવ્યા છેકે, ગુજરાતના મુંદ્રા પોર્ટથી પકડાયેલું રૂા.1,75,000 કરોડની કિંમતનુ 25 હજાર કિલો હેરોઇન કયાં છે. ભાજપ સરકાર પ્રજાને જવાબ આપે.

ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી 12મી સપ્ટેમ્બરના આશી ટ્રેડર્સ નામની કંપનીનુે ત્રણ હજાર કિલો હેરોઇન પકડાયુ હતું. તા.9મી જૂને 25 હજાર કિલો હેરોઇન દેશના બજારમાં પહોચી ગયુ છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પવન ખેરાએ જણાવ્યુ કે, આટલી મોટી માત્રામાં હેરોઇન પકડાયુ હોય તેવો પ્રથમ કિસ્સો છે.

ગાઁધી- સરદારના ગુજરાતમાં આજે ભાજપના શાસકોના પાપે માદક દ્રવ્યોની રાજધાની બન્યુ છે. બે કરોડ યુવાનોને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. બીજી બાજુ યુવાઓ આજે નશાના અંધકારમાં ધકેલાઇ રહ્યા છે. ગુજરાતનુ બંદર આજે ડ્રગ્સ માફિયા માટે પસંદગીનુ સૃથળ બન્યુ છે. દક્ષિણ ભારતના વ્યાપારી કલકત્તા, મુંબઇને છોડીને ગુજરાતના બંદરોને પસંદ કરવા માંડયા છે. ગુજરાત આજે ડ્રગ્સની હેરાફેરીનુ એપી સેન્ટર બન્યુ છે તે ચિંતાનો વિષય બન્યો છે.

ખેરાએ એમ પણ જણાવ્યુ કે, આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આયાત નિકાસનુ લાયસન્સ ધરાવતી આશી ટ્રેડર્સ નામની કંપનીને પકડવામાં આવી છે પણ  મોટા મગરમચ્છ સમાન ડ્રગ્સ માફિયાઓને કોણ છાવરી રહ્યુ તે સમજાતુ નથી. રાષ્ટ્રીય સંસૃથા નાર્કેોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ય છેલ્લા 18 મહિનાથી ડાયરેક્ટર જનરલની નિમણૂંક કરવામાં આવી  નથી જે દૂર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસે એવા સવાલ ઉઠાવ્યાં કે, દેશમાં ડ્રગ્સનુ રેકેડ કોણ ચલાવી રહ્યુ છે તેનો ભાજપ સરકાર જવાબ આપે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mciei2
via IFTTT

Comments