શહેર તથા ગ્રામ્ય કક્ષાએ નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન


- યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તીના ઉપક્રમે

- 14 થી 40 વર્ષની મર્યાદાવાળા કલાકારો 30 મી સુધીમાં એન્ટ્રી રજીસ્ટ્રેશન કરાવી શકશે

ભાવનગર : આગામી તા. ૪ અને ૫ ઓકટોબરનાં રોજ માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ભાવનગર શહેર અને ગ્રામ્ય કક્ષાની નવરાત્રી રાસગરબા હરીફાઈનું આયોજન રમતગમત અધિકારી કચેરી દ્વારા કરાયું છે. જે ગત વર્ષે થઈ શક્યું ન હતું.

જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લા કક્ષા નવરાત્રી રાસગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.  ભાગ લેવા માંગતી સંસ્થાઓએ નિયમો અને પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ પરથી ડાઉનલોડ કરીને પુરવા સાથે બિડાણ કરીને તા. ૩૦ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા રમત ગમત અધિકારી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ જી-૨, ભાવનગર શહેર ખાતે પહોંચતું કરવાનું રહેશે. આ તારીખ બાદ કોઈપણની એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં. નવરાત્રી પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધામાં ભાગ લેનાર ટીમના કલાકારોની વયમર્યાદા ૧૪થી ૩૫ વર્ષની રહેશે અને નવરાત્રી રાસ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમના કલાકારોની વયમર્યાદા ૧૪થી ૪૦ વર્ષની રહેશે. ત્રણેય વિભાગમાં પ્રથમ આવનાર ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાનું આયોજન ભાવનગર શહેરકક્ષાની આગામી ૪ ઓકટોબર અને ભાવનગર ગ્રામ્ય કક્ષાની ૫ ઓકટોબરના રોજ બપોરે ૩ કલાકે સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ હલુરિયા ચોક પાસે ભાવનગર ખાતે આયોજન થનાર છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oggTJJ
via IFTTT

Comments