મહિલા અધિકારીને અનેક રીતે કનડગત
ઉપરી અધિકારીઓ ફરિયાદ પાછી ખેંચી લેવા સખત દબાણ કરતા હોવાનો આક્ષેપ
કોઇમ્બતુર : અગાઉથી જ જાતિય સતામણીનો ભોગ બનેલી ચૂકેલી અહીંની એરફોર્સ એડમિનિસ્ટ્રેટિવ કોલેજની 28 વર્ષિય એક મહિલા અધિકારીએ એરફોર્સના સત્તાવાળાઔઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા જેમાં પ્રતિબંધિત ફિંગર ટેસ્ટમાંથી પસાર થવાની ફરજ પાડવાના અને ફ્લાઇટ લેફ્ટનન્ટ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદને પાછી ખેંચી લેવા સખત દબાણ કરાતું હોવાના આક્ષેપનો સમાવેશ થાય છે.
આ ઘટના ગત 10 સપ્ટેમ્બરના રોજ બની હતી જેથી મહિલા અધિકારીએ કોલેજના કમાન્ડન્ટ સહિત એરફોર્સના સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી પરંતુ 20 સપ્ટેમ્બર સુધી સત્તાવાળઆઓ દ્વારા કોઇ પગલાં ન લેવાતા છેવટે આ મહિલા અધિકારીએ અહીંના ઓલ વુમન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના પગલે પોલીસે જવાબદાર લોકો વિરૂદ્ધ એફઆઇઆર નોંધી હતી જેમાં આ તમામ આક્ષેપોનો ઉલ્લેખ કરાયો છે.
આ મહિલા અધિકારીએ ેવો પણ આરોપ મૂક્યો કે તેના ઉપર બળાત્કાર થયો છે કે નહીં તે નક્કી કરવા એરફોર્સની હોસ્પિટલમાં તેને બે આંગળીઓ નો ટેસ્ટ (ટુ ફિંગર ટેસ્ટ) કરાવવાની ફરજ પાડવામાં આવી હતી પરંતુ સુપ્રિમ કોર્ટે વર્ષો પહેલાં આ ફિંગર ટેસ્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
જો કે પોલીસે તો આ મહિલા અધિકારીની ફરિયાદના આધારે આરોપી અમિતેષ હરમુખની ગત 25 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી લીધી હતી અને તેને જેલના સળિયા પાછલ ધકેલી દીધો હતો. અહીં ફરિયાદી અને આરોપી એમ બંને છત્તીસગઢ રાજ્યમાંથી આવે છે અને બંને જણા તેઓની તાલિમ લેવા અહીની કોલેજમાં આવ્યા હતા.
આ બંને જણે ગત 9 સપ્ટેમ્બરના રોજ ઓફિસરો માટેની મેસમાં આયોજિત એક પાર્ટીમાં હાજરી આપી હતી તે સમયે શરાબના નશામાં ધૂત બનેલા એરફોર્સના અધિકારીએ તેની જાતિય સતામણી કરી હતી. બીજા દિવસે સવારે આ મહિલા અધિકારીએ કોલેજના કમાન્ડન્ટને ફરિયાદ કરી હતી પરંતુ 10 દિવસ સુધી કોલેજ તરફથી આરોપી સામે કોઇ પગલાં લેવાયા નહોતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3im4z6U
via IFTTT
Comments
Post a Comment