ચપ્પલમાં બ્લુ ટુથ છુપાવીને પરીક્ષામાં ચોરી કરવાના ગુનામાં ૧૦ પકડાયા


જયપુર,૨૮ સપ્ટેમ્બર,૨૦૨૧,મંગળવાર 

શૈક્ષણિક અને જાહેર સેવાની પરીક્ષાઓમાં ચોરી અને નકલ ખૂબ મોટી સમસ્યા રહી છે. આજના સ્માર્ટફોનના જમાનામાં ચોરી કરવા માટેના સ્માર્ટ આઇડિયા વિચારવામાં આવે છે. રાજસ્થાનમાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને થતી ચોરી સબબ ૧૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસનું માનવું છે કે આ લોકો પોતાના ચપ્પલમાં બ્લૂ ટ્રુથ ડિવાઇસ છુપાવી હતી. આ ઘટના  રાજસ્થાનમાં સરકારી ભરતીની પરીક્ષા યોજાઇ તેમાં બની હતી. આ પરીક્ષામાં ૧૬ લાખથી વધુ પરીક્ષાર્થીએ ભાગ લીધો હતો. ચોરીની સમસ્યા અટકાવવા માટે કડક નિયમો અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં મોબાઇલ પણ જપ્ત કરી લેવાયા હતા. પોલીસનું કહેવું છે કે કેટલાક પરીક્ષાર્થીએ કડક નિયમનો પણ તોડ શોધી લીધો હતો.

 ચપ્પલોના તળિયામાં છુપાવેલી બ્લુ ટૂથની મદદથી  ડિવાઇસમાં ફોન કોલ રિસીવ થઇ શકતા હતા. આ ફોનને કાનમાં લગાવેલા માઇક્રો વાયરલેસ રિસીવરની મદદથી સાંભળી શકાતા હતા. આ અંગે વાત કરતા બીકાનેર પોલીસ અધિકારીએ  જણાવ્યું હતું કે આરોપીઓની યોજના બાહર બેઠલા કેટલાક લોકો કોલ કરીને સવાલનો જવાબ આપે તેવો હતો. એક દિવસ પહેલા જ પરીક્ષા કેન્દ્રની બહાર ફરતા કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ કરીને ઝડતી લેવામાં આવતા સમગ્ર વિગતો બહાર આવી હતી. પોલીસને વધુ તપાસમાં જાણવા મળ્યું કે ૨૫ પરીક્ષાર્થીઓની એક ટુકડીએ ખાસ પ્રકારનું બ્લુ ટૂથ ૬૦ હજાર રુપિયા આપીને ખરીદયું હતું. બીકાનેર પોલીસે આ સુચના અન્ય જીલ્લાના પરીક્ષા કેન્દ્રો પર મોકલી હતી.ત્યારે પછી પરીક્ષાર્થીઓના રુમમાં જઇને જુતા તથા ચપ્પલ બહાર કાઢવાનું જણાવવામાં આવ્યું હતું. એક વિધાર્થીને કાનમાં બ્લુ ટૂથ ડિવાઇસનું કનેકશન કઢાવવા માટે કાનના ડોકટર પાસે જવું પડયું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AOOBJF
via IFTTT

Comments