મ્યાનમારની કરન્સીમાં 60 ટકાનું ધોવાણ થતા ગંભીર આર્થિક સંકટ


રંગુન : મ્યાનમારમાં સત્તાપલટ બાદ આર્થિક સંકટ ગંભીર બની રહ્યુ છે અને આથી સપ્ટેમ્બરમાં અત્યાર સુધી તેની કરન્સી 'ક્યાત'ના મૂલ્યમાં ૬૦ ટકાથી વધારે ધોવાણ થયુ છે. ઉલ્લેખનિય છે કે, આઠ મહિના પહેલા લશ્કરી બળવા બાદ પંડી ભાંગેલા અર્થવ્યવસ્થામાં ખાદ્યચીજો અને ઇંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે. 

ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગુ્રપના નિષ્ણાંત રિચર્ડ હોર્સીએ જણાવ્યુ કે, સત્તાપલટ બાદ મ્યાનમારનું અર્થતંત્ર હચમચી ગયુ છે અને બોર્ડર બેરોમીટર તરીકે ક્યાત રેટ પણ ગંભીર રીતે પ્રભાવિત થયો છે.

ઓગસ્ટમાં સેન્ટ્રલ બેન્ક ઓફ મ્યાનમારે ડોલર સામે તેની કરન્સી ક્યાતના રેફરન્સ રેટને ૦.૮ના સ્તરે જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક્સચેન્જ રેટ પર દબાણ વધતા ૧૦ સપ્ટેમ્બરે પ્રયાસો પડતા મૂક્યા.

યુએસ ડોલરની એટલી બધી અછત સર્જાય છે કે કેટલાંક મની ચેન્જરોએ તેના શટર પાડી દીધા છે.

મની ચેન્જરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા કહ્યુ કે, હાલના સમયમાં કરન્સી રેટ અસ્થિરતાન લીધે તમામ નોર્ધન બ્રીઝ એક્સચેન્જ સર્વિસિઝ બ્રાન્ચો હંગામી ધોરણે બંધ કરાઇ છે.

જે ટ્રેડરો હજી પણ કામગીરી કરી રહ્યા છે, તેઓ મંગળવારે પ્રતિ યુએસ ડોલર દીઠ ૨૭૦૦ ક્યાતનો એક્સચેન્જ રેટ બોલી રહ્યા હતા, જે ૧લી સપ્ટેમ્બર ૧૬૯૫ ડોલર અને ૧ ફેબુ્રઆરી એ ૧૩૯૫ ડોલર હતો, જે સમયે નોબલ પુરસ્કાર વિજેતા આંગ શાન સૂ કીના નેતૃત્વવાળી લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને તગેડી મૂકી હતી. 

મ્યાનમારની મધ્યસ્થ બેન્કે કેટલી ફોરેન કરન્સી વેચી છે તેની માહિતી જાહેર કરી નથી, પરંતુ વર્લ્ડ બેન્કના આંકડાઓ મુજબ ૨૦૨૦ના અંતે તેની પાસે માત્ર ૭.૬૭ અબજ ડોલરનું જ રિઝર્વ હતુ. આમ છતાં પોતાના ક્ષમતાની બહાર મધ્યસ્થ બેન્કે ૧૩થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન ૧૭૫૦થી ૧૭૫૫ પ્રતિ ડોલરના દરે ક્યાતની ખરીદી કરતા ૬.૫ કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ojm2Ax
via IFTTT

Comments