લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.370 લાખ કરોડ પહોંચશે


નવી કંપનીઓ ત્રણ વર્ષમાં માર્કેટકેપમાં રૂ.૩૦ લાખ કરોડનું યોગદાન આપશે

મુંબઈ : આગામી ત્રણ વર્ષમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૫ લાખ કરોડ ડોલર (૩૭૦ લાખ કરોડ રૂપિયા) થવાની અપેક્ષા છે. અત્યારે માર્કેટ કેપ ૩.૫ લાખ કરોડ ડોલર એટલે કે ૨૬૦ લાખ કરોડ રૂપિયા નજીક પહોંચી ગયું છે. આ રીતે ત્રણ વર્ષમાં માર્કેટ કેપમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાથી વધુની વૃદ્ધિ થશે.

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાશે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું છે કે, શેરબજારનું સેન્ટિમેન્ટ અત્યારે મજબૂત છે. વિદેશી રોકાણકારો રોકાણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. ચાલુ મહિનામાં બજારની ઝડપી વૃદ્ધિ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) એ માર્કેટ કેપમાં ફ્રાન્સને પાછળ છોડી છઠ્ઠું સ્થાન હાંસિલ કર્યું છે.

બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે નવી કંપનીઓનું માર્કેટ કેપમાં યોગદાન ૩૦ લાખ કરોડ રૂપિયા હશે. જોકે, તાજેતરના સમયમાં, આ કંપનીઓએ લગભગ ૩.૭૦ લાખ કરોડ રૂપિયા જોડયા છે. આ વર્ષના અંત સુધીમાં ૪૦ આઈપીઓ આવવાની સંભાવના છે. આમાંથી ૩૦ થી વધી ઓક્ટોબર અને નવેમ્બરમાં આવી શકે છે. ઝોમેટો જેવા સ્ટાર્ટઅપ્સ માર્કેટ કેપમાં વધુ યોગદાન આપશે. તેની માર્કેટ કેપ ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

પીટીએમ પણ આ દિવાળી પર લિસ્ટ થશે. જ્યારે ઓયો, ઓલા અને ફ્લિપકાર્ટ જેવા સ્ટાર્ટઅપ્સ પણ લિસ્ટ થશે. આ વર્ષે દેશમાં ૨૭ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બન્યા છે. યુનિકોર્ન્સ એટલે જેનું મૂલ્ય ઇં ૧ અબજ છે. અત્યારે દેશમાં યુનિકોર્નના રૂપમાં ૬૭ સ્ટાર્ટઅપ્સ છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજાર ૩૦% ની નજીક વધ્યું છે. તે સમગ્ર વિશ્વમાં શ્રે પ્રદર્શન પણ રહ્યું છે.

આમ તો સૌથી મોટો મેગા આઇપીઓ એલઆઇસીનો છે. નજીકના સમયમાં તેનો રેકોર્ડ તોડવો પણ મુશ્કેલ બનશે. તેનો આઇપીઓ એક જ છાટકે માર્કેટ કેપમાં ૧૦-૧૨ લાખ કરોડ રૂપિયાનો વધારો કરશે. જુલાઈમાં માર્કેટ કેપમાં ૭ લાખ કરોડ, ઓગસ્ટમાં ૧૩ લાખ કરોડ અને આ મહિનામાં માર્કેટ કેપમાં ૧૦ લાખ કરોડ વૃદ્ધિ થઈ છે.

બેન્ક ઓફ અમેરિકાએ એક અહેવાલમાં કહ્યું છે કે, આ વર્ષે સમગ્ર વિશ્વના બજારોમાં ૧૦૪૮ અબજ ડોલરની રકમ આવી છે. આંકડા દર્શાવે છે કે ભારતીય બજારમાં તેજી દરમિયાન વિદેશી રોકાણકારોનો હિસ્સો ઓગસ્ટ સુધીમાં ૬૩૦ અબજ ડોલર હતો. જૂન સુધીમાં આ હિસ્સો ૫૯૨ અબજ ડોલરનો હતો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં સૌથી મોટી તેજી જોવા મળી અને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા.

જે રીતે માર્કેટમાં તેજી આવી છે જેને જોતા આશંકા કે તેમાં આગળ જતા કરેક્શન જોવા મળી શકે છે. કેમ કે, માર્કેટની વેલ્યૂએશન ઘણી વધુ છે. બીજી તરફ અમુક બ્રોકરેજ હાઉસ માને છે કે સેન્સેક્સ ડિસેમ્બર સુધી ૭૦ બજારના આંકડાને પાર કરી શકે છે. આવું એટલા માટે કેમ કે તહેવારની સીઝન સિવાય મોટો આઇપીઓ પણ માર્કેટમાં આવી શકે છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F0HNLr
via IFTTT

Comments