મુંબઇની મેડિકલ કોલેજના બંને રસી લીધેલા 28 સહિત 30 વિદ્યાથીને કોરોના


દેશની 69 ટકા પુખ્ત વયની વસતીને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કોરોનાના નવા 23,529 કેસો : વધુ 311ના મોત, એક્ટિવ કેસ 195 દિવસથી નીચે

નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 23,529 કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ 311 લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,77,020એ પહોંચી ગઇ હતી જે છેલ્લા 195 દિવસમાં સૌથી નીચી છે.

દરમિયાન કુલ મૃત્યુઆંક વધીને 4,48,062એ પહોંચ્યો હતો. રીકવરી રેટ પણ 97.85 ટકાએ પહોંચ્યો હતો.  બીજી બાજુ મુંબઇની એક મેડિકલ કોલેજના 30 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. જેમાંથી 28 વિદ્યાર્થીઓએ કોરોનાની બંને વેક્સિન લઇ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા અનુસાર ભારતમાં જેટલા પણ પુખ્ત વયના છે તેમાંથી 69 ટકા વસતીએ કોવિડ રસીનો એક ડોઝ લઇ લીધો છે. જ્યારે 25 ટકા પુખ્ત વયનાએ રસીના બન્ને ડોઝ લઇ લીધા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીના 64.1 ટકા ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 35 ટકા ડોઝ આપવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે 311 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં 155 કેસો માત્ર કેરળ રાજ્યના છે જ્યારે 49 કેસો મહારાષ્ટ્ર રાજ્યના છે.

દેશભરમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 4,48,062 લોકોના મોત નિપજ્યા છે. જેમાં માત્ર મહારાષ્ટ્રના જ 1,39,011 કેસો છે. દરમિયાન મુંબઇના કેઇએમ હોસ્પિટલમાં 30 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે સમગ્ર હોસ્પિટલમાં દર્દીઓથી લઇને ડોક્ટરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર અપાઇ રહી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bac9so
via IFTTT

Comments