મુંબઇ : ભારત અને વિશ્વ અર્થવ્યવસ્થા ફરી પાટે ચઢતા રત્ન અને આભૂષણોની માંગ વિશ્વ બજારોમાં વધી રહી છે. ઓગષ્ટમાં ભારતમાંથી રત્ન અને આભૂષણોની નિકાસ વધીને રૂ.૨૪૨૪૦ કરોડના કોરોના મહામારી પૂર્વેના સ્તરે પહોંચ્યું છે એવુ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે તેના રિપોર્ટમાં જણાવ્યુ છે.
કાઉન્સિલના આંકડા મુજબ ઓગસ્ટ ૨૦૨૦માં રત્નો અને આભૂષણોની નિકાસ ૧૩,૧૬૦.૨૪ કરોડ રૂપિયા રહી હતી, જ્યારે ઓગસ્ટ ૨૦૧૯માં કુલ શિપમેન્ટ ૨૦,૭૯૩.૮૦ કરોડ રૂપિયા રહ્યું હતુ.
કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી વર્ષ ૨૦૨૧-૨૨માં રત્ન અને આભૂષણોની માંગમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે.
બજારો ક્રમશ ખુલવા, પ્રવેશ પ્રતિબંધો દૂર થતા અને આગામી તહેવારોની સિઝનના કારણે ભારતની રત્નો અને ઘરેણાંની નિકાસમાં સતત વધારો થશે.ઓગસ્ટ ૨૦૧૯માં ૧૧,૬૫૯.૪૬ કરોડ રૂપિયાની સામે કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ ઓગસ્ટ ૨૦૨૧માં ૨૯.૩૭ ટકા વધીને ૧૫,૦૮૩.૩૩ કરોડ રૂપિયા રહી છે.
અમેરિકા, ચીન અને કેટલાક યુરોપિયન દેશોમાં મજબૂત માંગની સાથે કોરોનાનો ડર દૂર થવા સહિતના અનેક હકારાત્મક પરિબળો કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં વૃદ્ધિ માટે જવાબદાર છે.કાઉન્સિલે કહ્યું કે ઓગસ્ટ ૨૦૨૧માં સોનાના દાગીનાની નિકાસ ઓગસ્ટ ૨૦૧૯ના ૬,૭૭૭.૫૦ કરોડથી ૧૫.૦૬ ટકા ઘટીને ૫,૭૫૬.૫૪ કરોડ રૂપિયા રહી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m8U73M
via IFTTT
Comments
Post a Comment