ન્યૂયોર્ક, તા.૩૧
ત્રીજું સ્થાન ધરાવતા ગ્રીસના સિત્સિપાસે પાંચ સેટના મેરેથોન મુકાબલા બાદ ૨-૬, ૭-૬ (૯-૭), ૩-૬, ૬-૩, ૬-૪થી બ્રિટનના એન્ડી મરેને હરાવીને યુએસ ઓપન મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. ચાર કલાક અને ૪૯ મિનિટના થકવી નાંખનારા મુકબલામાં સિત્સિપાસે કેટલાક બ્રેક લીધા હતા, જેના કારણે મરેએ ભારેનારાજગી વ્યક્ત કરતાં તેની ઝાટકણી કાઢી હતી. અલબત્ત, સિત્સિપાસે વિજય મેળવતા આગેકૂચ કરી હતી. તેની સાથે બીજો સીડ ધરાવતા રશિયાના મેડ્વેડેવ, પાંચમો ક્રમાંક ધરાવતા રૃબ્લોવ તેમજ જાપાનની ટોચની મહિલા ખેલાડી ઓસાકાએ પણ આગેકૂચ કરી હતી.
ન્યૂ યોર્કના ફ્લશિંગ મેડોવ્સ ખાતે ચાલી રહેલી યુએસ ઓપનની મેન્સ સિંગલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં મેડ્વેડેવે ૬-૪, ૬-૩, ૬-૧થી ફ્રાન્સના ગાસ્કેટને મહાત કર્યો હતો. અમેરિકાના નાકાશિમાએ તેના જ દેશના આઇસનરને ૭-૬(૯-૭), ૭-૬(૮-૬), ૬-૩થી બે કલાક અને ૨૬ મિનિટના મુકાબલામાં હરાવ્યો હતો. સ્પેનના આગટે ઓસ્ટ્રેલિયાના કિર્ગીઓસના પડકારનો ૬-૩, ૬-૪, ૬-૦થી અંત આણ્યો હતો. ક્રોએશિયાના કાર્લોવિચ સામે રશિયાના પાંચમો સીડ ધરાવતા રૃબ્લોવે ૬-૩, ૭-૬(૭-૩), ૬-૩થી જીત હાંસલ કરી હતી.
આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાને લિથુનિયાના બેરાન્કિસને ૭-૫, ૬-૩, ૬-૩થી અને બલ્ગેરિયાના ડિમિટ્રોવે અમેરિકાના રિફિસને ૬-૧, ૭-૬ (૭-૩), ૬-૩થી હરાવ્યો હતો. સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસને ચેક રિપબ્લિકના જીરી વેલ્સી સામે ભારે સંઘર્ષ બાદ ૭-૬(૭-૧), ૪-૬, ૩-૬, ૭-૬(૭-૫), ૭-૬(૭-૪) થી જીત મેળવી હતી.
ઓલ અમેરિકન વિમેન્સ સિંગલ્સ ફર્સ્ટ રાઉન્ડમાં સ્ટેફન્સે મેડિસન કીને ૬-૩, ૧-૬, ૭-૬(૯-૭)થી મહાત કરી હતી. જાપાનની થર્ડ સીડેડ ઓસાકાએ પણ ચેક રિપબ્લિકની બોઉઝ્કોવા સામે ૬-૪, ૬-૧થી જીત હાંસલ કરી હતી. ગાર્બિન મુગુરુઝાએ ૭-૬ (૭-૪), ૭-૬ (૭-૫)થી, અમેરિકાની કોકો ગફે ૫-૭, ૬-૩, ૬-૪થી સિનસિનાટીમાં અપસેટની હારમાળા સર્જતા ફાઈનલમાં પ્રવેશેલી પોલેન્ડની લિનેટ્ટેને હરાવી હતી. બેલારૃસની વર્લ્ડ નંબર ટુ સાબાલેન્કા, રોમાનિયાની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સિમોના હાલેપ અને બેલારૃસની વિક્ટોરિયા એઝારેન્કાએ પણ આગેકૂચ કરી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gOGRiZ
via IFTTT
Comments
Post a Comment