સુરત: કોરોનાને કાયમી વિદાયની પ્રાર્થના સાથે જન્માષ્ટમીની ઉજવણી


- જન્માષ્મટીની ઉજવણીમાં સુરત બન્યું કૃષ્ણમયઃ આનંદોલ્લાસભેર ઉજવણી 

- શહેરના અનેક મંદિરો સાથે ઘરે ઘરે લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીની કરી ઉજવણીઃ શહેરની એક સોસાયાયટીઓમાં થયો મટકી ફોડનો કાર્યક્રમ 

સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

સુરતમાં કોરોનાકાળ બાદ પહેલી વખત તહેવારની ઉજવણી માટે અપાયેલી મંજુરી બાદ સુરતીઓએ મન મુકીને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. સુરતીઓ દ્વારા કરવામાં આવેલી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીના કારણે સુરત કૃષ્ણમય બની ગયું હતું. સુરતના મંદિરો સાથે સાથે લોકોએ ઘરમાં પણ શ્રી કૃષ્ણ જન્મની ઉત્સાહભેગ ઉજવણી કરી હતી. શુંઠપંજરીના પ્રસાદ સાથે લોકોએ પોતાના ઘરના બાળકોને રાધા કૃષ્ણ બનાવીને કેક કાપીને પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત કેટલીક રહેણાંક સોસાયટીઓમાં મટકી ફોડના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

સુરતમાં કોરોનાની એન્ટ્રી બાદ કોવિડની ગાઈડ લાઈનના કારણે તહેવારની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હાલમાં કોરોનાના કેસ સીંગલ ડિજીટમાં આવવા સાથે લોકો પણ કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરતા હોવાથી સરકારે તહેવારની ઉજવણી કરવા માટે મંજુરી આપ્યા બાદ પહેલો તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીનો આવ્યો હતો તેને સુરતીઓએ મન મુકીને માણ્યો હતો.

સુરત શહેર અને જિલ્લાના પૌરાણિક અને અન્ય કૃષ્ણ મંદિરો તથા અન્ય મંદિરોમાં ધામધુમ  પુર્વક જન્માષ્મટીની ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે રાત્રીના બરોબર 12 વાગ્યાના ટકોરે એક સાથે અનેક જગ્યાએ હાથી ઘોડા લાલકી કૃષ્ણ કનૈયાલાલ કી નારા લાગતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રાત્રીની આરતી સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ ઉજવીના ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. સુરતમાં મંદિરોની સાથે સાથે રહેણાંક સોસાયટીઓ અને લોકોના ઘરમાં કૃષ્ણ જન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ પોતાના સ્વજનો સાથે ઘરમાં જ વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. 

પરંપરાગત રીતે ભગવાનને શુંઠપંજરી અને માખણનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ હવે લોકાએે પોતાના ઘરના બાળકોને રાધા- કૃષ્ણ બનાવીને તેમની પાસે કેસ કટીંગ કરીને પ્રસાદ તરીકે શુંઠ પંજરી સાથે કેક અને ચોકલેટ પણ વહેંચવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ અનેક રહેણાંક સોસાયટીઓમાં મટકી ફોડનો  કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. આમ સુરતમાં કોરોના બાદના પહેલા તહેવાર એવા કૃષ્ણ જન્માષ્ટમીની આનંદ અને ઉત્સાહેભેર ઉજવણી કરવામાં આવી હતી.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zyjmBQ
via IFTTT

Comments