વડોદરા: નર્મદા પરિક્રમા માટે સાવરીયા મહારાજથી બહેતર કોઈ ગાઈડ મળી જ ના શકે: ગુરુજી અશ્વિન પાઠક.

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

ગુરુજી અશ્વિન પાઠકજી ગામે ગામ અને ઘેરેઘેર સુંદરકાંડની આધ્યાત્મિક ચેતના પ્રસરાવી રહ્યાં છે. તેઓ હાલમાં વાહન દ્વારા નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે અને તેના માર્ગદર્શક ગાઈડ તરીકે સાવરીયા મહારાજને તેમણે સાથે લીધાં છે. તેઓ કહે છે કે નર્મદા પરિક્રમા માટે આ મહારાજથી બહેતર કોઈ ગાઈડ મળી જ ના શકે. તેઓ નર્મદા પરિક્રમાના પ્રખર ભોમિયા છે.

તાજેતરમાં આ બંને મહાનુભાવો પરિક્રમાના ભાગ રૂપે કુબેર દાદાના દર્શને કરનાળી આવ્યા ત્યારે મંદિરના વ્યવસ્થાપક રજનીભાઇ પંડ્યાએ બંને પરિક્રમાવાસીઓની ભાવસભર સ્વાગત સન્માન કર્યું હતું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gMp8bA
via IFTTT

Comments