તાલિબાનની ક્રૂરતા : શખસને હેલિકોપ્ટરથી લટકાવી ફાંસી આપી


તાલિબાન અસલી રંગમાં આવ્યું, વીડિયો વાઇરલ 

લટકતા મૃતદેહ સાથે હેલિકોપ્ટર ઉડાવ્યું, અમેરિકાને મદદ કરવાનો શખસ પર આરોપ 

કાબુલ : અમેરિકન સૈનિકો પરત જતા રહેતા જ તાલિબાન તેના અસલી રંગમાં આવી ગયું છે. કંદહારમાં તાલિબાને અમેરિકાના વિમાન પર એક શખ્સનો લટકતો મૃતદેહ ઉડાવ્યો હતો. આ શખ્સને તાલિબાને અમેરિકાની મદદ કરવા બદલ હત્યા કરી આ રીતે હેલિકોપ્ટરથી તેનો મૃતદેહ લટકાવીને ક્રુર સજા આપી હતી. 

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે. સામાન્ય મોબાઇલ કેમેરાથી લેવામાં આવેલા આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે તાલિબાન અમેરિકાના એક હેલિકોપ્ટરને ઉડાવી રહ્યું છે. તેની નીચે રસ્સીથી એક મૃતદેહ લટકી રહ્યો છે.

લટકતા મૃતદેહ સાથે તાલિબાને બાદમાં આ હેલિકોપ્ટરને અનેક વિસ્તારોમાં ઉડાવ્યું હતું. અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો.  એવા અહેવાલો છે કે માર્યો ગયેલો શખ્સ અમેરિકાનો મદદગાર હતો, જેની જાણકારી તાલિબાનને મળતા તેને હેલિકોપ્ટરથી લટકાવીને ફાંસી આપી હતી.

જોકે કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે એ સ્પષ્ટ નથી થઇ રહ્યું કે વ્યક્તિ જીવીત છે કે મરી ગયેલો છે.  આ સમગ્ર ઘટનાનો વીડિયો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકા અનેક આવા હેલિકોપ્ટર અફઘાનિસ્તાનમાં મુકીને આવ્યંુ છે, જોકે તેમાંથી ઘણાને નિષ્ક્રિય કરી દેવાયા હોવાનો દાવો કરાયો હતો. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zzkrti
via IFTTT

Comments