પૂર્વ મિસ ઈન્ડિયા યુનિવર્સનો આરોપ, મુંબઈમાં મને કોલ્ડ ડ્રિન્કમાં નશીલી દવા પીવડાવી પોર્ન વિડિયો બનાવ્યો

મુંબઈ,તા.31 ઓગસ્ટ 2021,મંગળવાર

બોલીવૂડની ઝાકઝમાળથી અંજાઈને મુંબઈ જતી યુવતીઓમાંથી સંખ્યાબંધ યુવતીઓનુ ફિલ્મોમાં કામ અપાવવાના નામે શોષણ થતુ હોય છે. આમ છતા હજી પણ આ સિલસિલો ચાલુ જ છે અને યુવતીઓની આંખ ઉઘડતી નથી.

હવે મિસ ઈન્ડિયા યુનિવર્સ રહી ચુકેલી પરી પાસવાન નામની મોડેલે પણ પોતાનુ શોષણ કરાયુ હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની તાજેતરમાં પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર થયેલી ધરપકડ વચ્ચે પરી પાસવાને આરોપ લગાવ્યો છે કે, હું કામ શોધવા માટે મુંબઈ ગઈ હતી. જ્યાં મને કોલ્ડ ડ્રિન્કમાં નશાયુક્ત પદાર્થ ભેળવીને પિવડાવવામાં આવ્યો હતો અને એ પછી મારો પોર્ન વિડિયો બનાવાયો હતો. જ્યારે મને આ વાતની જાણકારી મળી ત્યારે મેં મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી.

ઝારખંડની રહેવાસી પરી પાસવાને 2019માં મિસ ઈન્ડિયા યુનિવર્સિનુ ટાઈટલ જિત્યુ હતુ અને એ પછી તેના લગ્ન નીરજ પાસવાન સાથે થયા હતા. જોકે પતિ અને સાસરિયાઓ પર તેણે દહેજ માટે અત્યાચાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં પરીનો પતિ નિરજ જેલમાં છે. દરમિયાન નીરજના પરિવારજનોએ એ પછી આક્ષેપ કર્યોહતો કે, પરી મુંબઈની એક પ્રોડક્શન કંપનીની પોર્ન ફિલ્મમાં કામ કરી ચુકી છે.તે ભોળા યુવાનોને ફસાવે છે અને આ પહેલા તે બે યુવકોનુ ભાવિ બરબાદ કરી ચુકી છે. તેની 12 વર્ષની પુત્રી પણ છે. મહિલા હોવાનો તે ગેરફાયદો ઉઠાવી રહી છે.

જોકે પરી પાસવાને પોતાના પરના આરોપોને ફગાવી દેતા કહ્યુ હતુ કે, વિડિયો વાયરલ થયો હોવાની વાત સાચી છે પણ મારો આ વિડિયો મને અંધારામાં રાખીને બનાવવામાં આવ્યો હતો. મુંબઈમાં એક ટોળકી છે જે આ રીતે યુવતીઓનો વિડિયો ઉતારી લે છે. નીરજ સાથે મારા લગ્ન તેના પરિવારની મંજૂરી બાદ થયા હતા. લગ્ન બાદ મારી પાસે નીરજ તેમજ તેના પરિવારજનો દહેજમાં પાંચ લાખ રૂપિયા અને ગાડી માંગી રહ્યા હતા. આ માટે મને માર પણ માર્યો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yu1I0Y
via IFTTT

Comments