કાબુલ એરપોર્ટ ઉપર ઇન્સ્ટોલ કરાયેલી રોકેટ આર્ટિલરી સિસ્ટમ નકામી કરી દેવાઇ
કાબુલ એરપોર્ટ ઉપર પડેલાં 73 વિમાનોને અને 70 બખ્તરબંધ વાહનોને સંપૂર્ણ રીતે બિનઉપયોગી કરી દેવાયા છે: મેકેન્ઝી
વોશિંગ્ટન : અમેરિકાની સેનાએ 31 ઓગસ્ટની છેલ્લી અવધી (ડેડલાઇન) પૂરી થાય તે પહેલાં જ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. કાબુલ એરપોર્ટ ઉપરથી અમેરિકાની સેનાનું છેલ્લું વિમાન ઉડયું ત્યારબાદ તાલિબાનોએ ત્યાં ભારે ઉત્સવ મનાવ્યો હતો. જો કે તેઓ એ વાતે તદ્દન અજાણ હતા કે અમેરિકાની સેનાએ જતા જતાં તેમને ઘમો મોટો ફટકો માર્યો હતો.
વાસ્તવમાં અમેરિકાની સેનાએ સોમવારે અફઘાનિસ્તાન છોડતાં પહેલાં કાબુલ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પડેલા વિમાનો, હથિયારબંધ વાહનો અને હાઇટેક રોકેટ ડિફેન્સ સિસ્ટમને તદ્દન નકામા બનાવી દીધા હતા. અમેરિકાની સેનાના એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની માહિતી આપી હતી.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના ચીફ જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું હતું કે હમિદ કરઝાઇ એરપોર્ટ ઉપર પડેલાં 73 વિમાનોને સેનાએ લશ્કરી કામકાજ માટે તદ્દન નકામા બનાવી દીધા હતા, અર્થાત હવે આ વિમાનોનો કોઇ ઉપયોગ થઇ શકશે નહીં. મેકેન્ઝીએ કહ્યું હતું કે તાલિબાનો ક્યારેય તે વિમાનો ઉડાવી શકશે નહીં. તે વિમાનોને ક્યોર કોઇ ચાલુ કરી શકશે નહીં.
આ અંગેની વધુ વિગતો આપતા મેકેન્ઝીએ કહ્યું હતું કે 14 ઓગસ્ટના રોજ બચાવ અભિયાન શરુ કરતી વખતે અમેરિકાએ કાબુલ એરપોર્ટ ઉપર 6000 સૈનિકોને તૈનાત કર્યા હતા તેથી એરપોર્ટ ઉપર મૂકાયેલી 70 જેટલી બખ્તરબંધ ગાડીઓને પણ તદ્દન નકામી બનાવી દેવામાં આવી હતી. આ પ્રકારની એક ગાડીની કિંમત 10 લાખ ડોલર જેટલી થાય છે.
તદુપરાંત 27 હમવી વાહનોને પણ તદ્દન નકામા બનાવી દેવામાં આવ્યા હતા, અને આ વાહનોને એવી રીતે ડિસેબલ કરી દેવાયા હતા કે બવિષ્યમાં પણ તેનો કોિ ઉપયોગ કરી શકે નહીં. તે ઉપરાંત અમેરિકાએ કાબુલ એરપોર્ટ ઉપર રોકેટ આર્ટિલરી અને મોર્ટાર વિરોધી સી-રેમ સિસ્ટમ પણ છોડી દીધી હતી, જેનો ઉપયોગ એરપોર્ટને રોકેટના હમલાથી બચાવવા માટે કરાતો હતો.
સોમવારે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ કાબુલ એરપોર્ટ ઉપર પાંચ રોકેટ ઝીંક્યા હતા પરંતુ આ સિસ્ટમની મદદથી તે હુમલા નિષ્ફળ બનાવીને કાબુલ એરપોર્ટને સુરક્ષિત રાખી શકાયું હતું. મેકેન્ઝીએ કહ્યું હતું કે આ પ્રકારની સિસ્ટમનું બ્રેક ડાઉન કરવું એ ઘણી લાંબી અને જટિલ પ્રકિર્યા હોવાથી અમે તેને ડિમિલિટ્રાઇઝ્ડ એટલે કે કોઇપણ પ્રકારના લશ્કરી હેતુસર તે કામ આવી શકશે નહીં.
અમેરિકી સૈનિકો ગુપ્ત મિશન માટે અફઘાનિસ્તાનમાં રોકાયા
અફઘાનિસ્તાનમાં ફસાયેલાને કાઢવા માટે વેશ બદલીને યુએસના જવાનો કામ કરી રહ્યા છે
કાબુલ : અમેરિકાએ જાહેરાત કરી છે કે તેમનું સૈન્ય અફઘાનિસ્તાન છોડી ચુક્યું છે. જોકે એક અહેવાલ મુજબ હજુ પણ અફઘાનિસ્તાનના કાબુલમાં વિદેશી સૈનિકો છે. તેઓ હવે સીક્રેટ ઓપરેશન ચલાવવા જઇ રહ્યા છે. જેમનો હેતુ ફસાયેલા નાગરિકોને કાઢવાનો રહેશે.
અમેરિકાના નિવૃત્ત અને વર્તમાન સૈનિકો હાલ અફઘાનિસ્તાનમાં ખાનગી રીતે એક મિશન પર કામ કરી રહ્યા છે. આ જવાનો અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકન અને અન્ય નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. આ જવાનો અન્ડરગ્રાઉન્ડ રહીને કામ કરી રહ્યા છે.
હાલ પણ અફઘાનિસ્તાનમાં 200 અમેરિકન અને દેશ છોડી ન શકનારા હજારો લોકો ફસાયેલા છે. અફઘાનિસ્તાનની બહાર રહીને પણ આ સૈનિકો એકબીજાના સંપર્કમાં છે. આ જવાનો પોતાની વેશભુષા બદલીને ઢોર ચરાવનારા લોકોની સાથે ભળીને કામ કરી રહ્યા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDlKsH
via IFTTT
Comments
Post a Comment