અફઘાનિસ્તાનમાં અમેરિકાના 20 વર્ષના સૈન્ય યુદ્ધનો અંત, અંતિમ વિમાન કાબુલથી રવાના
અફઘાનિસ્તાનમાં હજુ પણ 200 અમેરિકન અને દેશ ન છોડી શકનારા ફસાયા, તાલિબાન શિકાર બનાવે તેવી શક્યતા
અમેરિકાના જતા જ કાબુલ એરપોર્ટ પર ગોળીબાર કરી તાલિબાનીઓ નાચ્યા, આતશબાજી કરી
કાબુલ : અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાના બધા જ સૈનિકોને પરત બોલાવી લીધા છે. જે સાથે જ હવે અમેરિકાને સમર્થન આપનારાઓને ઘરોમાંથી શોધી કાઢી મારી નાખવામાં આવી રહ્યા છે. તાલિબાને ખુલ્લેઆમ પોતાના જ નાગરિકોને કહ્યું છે કે સરેંડર કરી દો નહીં તો મોત મળશે.
તાલિબાન આ પ્રકારના પત્રો અફઘાનિસ્તાનના એવા નાગરિકોને મોકલી રહ્યું છે કે જેઓ એક સમયે અમેરિકા અને બ્રિટિશ સૈન્યના સમર્થક રહ્યા હતા. જેમને સરેંડર કરવાનું કહેવામાં આવ્યું છે તેઓની બાદમાં ધરપકડ કરીને તાલિબાનની કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે.
જો આમ ન થાય તો તેમને શોધી કાઢીને તેમની હત્યા કરવાનો આદેશ તાલિબાને પોતાના આતંકીઓને આપ્યો છે. જેને પગલે અનેક અફઘાનિસ્તાની નાગરિકો પર મોતની તલવાર લટકી રહી છે. માત્ર અમેરિકા જ નહીં બ્રિટનને સાથ આપ્યો હોય તેવા વેપારીઓ કે બિઝનેસમેનને પણ તાલિબાની આતંકી શોધી રહ્યા છે.
આવો જ એક પત્ર બ્રિટન માટે કામ કરતા બિઝનેસમેન નાઝને મળ્યો છે. જેમણે બ્રિટનમાં હેલમેંડમાં રોડ બનાવવાનું કામ કર્યું હતું, તેઓએ બ્રિટનની નાગરિક્તા માટે અરજી કરી હતી જેને રદ કરી દેવાઇ હતી. જ્યારે બ્રિટિશ અને અમેરિકી સૈન્ય માટે ભાષાંતર કે અન્ય કોઇ પણ રીતે મદદ કરનારાઓને પણ આ જ પ્રકારના પત્રો આપવામાં આવ્યા છે.
બીજી તરફ અફઘાનિસ્તાનમાં 20વર્ષ સુધી અમેરિકી સૈન્ય દ્વારા તાલિબાન અને અન્ય આતંકી સંગઠનો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જોકે મે મહિનાથી અમેરિકાએ સૈન્યને પરત બોલાવી લેવાનું શરૂ કર્યું હતું જે આખરે 31મી ઓગસ્ટે પૂર્ણ થઇ ગયું છે. હવે અફઘાનિસ્તાનમાં અમેરિકાના અિધકારી કે જવાનો હાજર નથી. અમેરિકાના ત્રણ અંતિમ વિમાનોએ કાબુલ એરપોર્ટ પરથી આખરી ઉડાન ભરી હતી અને અમેરિકા પહોંચ્યા હતા.
અમેરિકાએ 2001માં તાલિબાની આતંકીઓ પાસેથી સત્તા લઇને અફઘાનિસ્તાનમાં એક સિૃથર અને નાગરિકોની સરકાર બનાવવામાં મદદ કરી હતી, અમેરિકાએ અનેક તાલિબાની આતંકીઓનો પણ ખાતમો બોલાવ્યો જે સામે અનેક જવાનો પણ માર્યા ગયા.
કુલ 19 વર્ષ, 10 મહિના અને 25 દિવસ સુધી અફઘાનિસ્તાનની ધરતી પર અમેરિકી સૈનિકો સુરક્ષા કરતા રહ્યા જેનો આખરે અંત આવી ગયો અને હવે તાલિબાનના હાથમાં અફઘાનિસ્તાન આવી ગયું છે જેનાથી ડરીને અનેક અફઘાનિસ્તાની નાગરિકો દેશ છોડવા લાગ્યા છે અને તેમાં સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બની રહ્યા છે.
તાલિબાની આતંકીઓેએ અમેરિકાની અંતીમ ઉડાન બાદ કાબુલ એરપોર્ટ પર જશ્ન મનાવ્યો હતો. સાથે જ હવે કાબુલ એરપોર્ટ સંપૂર્ણપણે તાલિબાનના હાથમાં આવી ગયું છે અને તેને પોતાની જીત જાહેર કરી છે. બીજી તરફ તાલિબાનના હાથમાં સત્તા આવતા જ મહિલાઓનું જીવવુ મુશ્કેલ કરી નાખ્યું છે. જીન્સ પહેરવા પર પ્રતિબંધની સાથે હવે શિક્ષણમાં પણ ફતવા બહાર પાડયા છે.
તાલિબાને કહ્યું છે કે મહિલાઓને માત્ર કોલેજ સુધી અભ્યાસ કરવાની છુટ રહેશે પણ પુરુષો અને મહિલાઓ બન્નેનો વર્ગખંડ અલગ અલગ રહેશે. દરમિયાન અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનથી જતુ રહ્યું છે જોકે હાલ પણ 200 જેટલા અમેરિકન અફઘાનિસ્તાનમાં છે. જ્યારે જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગતા હતા પણ તેમ ના થઇ શક્યું અને હવે તાલિબાન પર સંપૂર્ણપણે નિર્ભર છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kHWQjH
via IFTTT
Comments
Post a Comment