વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
જન્માષ્ટમી પર્વ અને વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીનું આયોજન કરી શોભાયાત્રા નીકળતા મકરપુરા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સોમવારે સાંજે તરસાલી વિસ્તારના સ્વામિનારાયણ મંદિર પાસેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મની પરંપરાને જીવંત રાખવાના હેતુથી વિશ્વ હિન્દુ પરિષદના 57માં સ્થાપના દિન અંતર્ગત માંજલપુર તરસાલી પ્રખંડ વિશ્વામિત્ર ભાગના સહયોગથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મકરપુરા પોલીસે કોવિડ ગાઇડલાઇન જાહેરનામાના ભંગ બદલ કાર્યકર્તાઓની અટકાયત કરતા મામલો ગરમાયો હતો. નારાજ થયેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં સંગઠનના નેતાઓ સ્થળ પર પહોંચી ગયા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gMgqKF
via IFTTT
Comments
Post a Comment