જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર
જામનગરના ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા એક યુવાનને જૂની અદાવતનું સમાધાન કરવા માટે મોરકંડા ગામે બોલાવ્યા પછી ચાર શખ્સો તૂટી પડ્યા હતા, અને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વેલનાથ નગર વિસ્તારમાં રહેતો અને એક કારખાનામાં મજૂરી કામ કરતો દિપક ભોજાભાઇ નકુમ નામનો 28 વર્ષનો યુવાન કે જેને આજથી થોડા દિવસ પહેલા તેની જ્ઞાતિના વિજય નામના શખ્સ સાથે તકરાર થઈ હતી. જેનું ગઈકાલે સમાધાન કરવા માટે વિજયના મિત્રો મુન્નો કોળી વગેરેએ મોબાઈલ ફોન કરીને મોરકંડા પાસે બોલાવ્યો હતો.
જેથી દિપક ગઈકાલે જન્માષ્ટમીની રજાના દિવસે મોરકંડા વિસ્તારમાં સામાધાન માટે ગયો હતો. દરમિયાન મુન્ના કોળી અને તેની સાથેના ત્રણ શખ્સોએ સમાધાન કરવાના બદલે છરી અને લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કરી દેતાં દીપક ને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગેની પોલીસને જાણ કરાતા પંચકોશી બી.ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો, અને દીપક નકુમની ફરિયાદના આધારે મુન્નો કોળી અને તેના અન્ય ત્રણ સાગરિતો સામે ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DxKeV1
via IFTTT
Comments
Post a Comment