માતા પુત્રની પોલીસ સ્ટાફને જાનથી મારી નાંખવાની ધમકી

 વડોદરા,વારસિયા  પોલીસે દારૃની રેડ પાડી એટલે દારૃ વેચતા માતા  પુત્રએ પોલીસ જવાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં માતા પુત્ર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હરણી વારસિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં  હતો.તે દરમિયાન સવાદ ક્વાટર્સ જવાહર ફળિયા  પાસે આવતા એક મહિલા અને બે પુરૃષ હાથમાં થેલી લઇને ઉભા  હતા.પોલીસને જોઇને તેઓ ઝડપથી ચાલવા લાગ્યા હતા.પોલીસે તેઓને ઉભા રહેવાનું કહેતા તેઓ ભાગ્યા હતા.પોલીસે પીછો કરતા એક વ્યક્તિ પોલીસના હાથે પકડાઇ  ગયો  હતો.જ્યારે અન્ય બે ભાગી ગયા હતા.પકડાયેલા જગદીશ ચીમનભાઇ માછી (રહે.સવાદ ક્વાટર્સ,હરણી રોડ) ને પૂછતા તેણે જણાવ્યું હતું કે,જે.પી.વાડી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા રાકેશ બાબુભાઇ રાજપૂત અને ઇન્દુબેન બાબુભાઇ રાજપૂતનો દારૃ છે.પોલીસે જે.પી.વાડીમાં રેડ પાડતા બંને દારૃ વેચાતા પકડાઇ ગયા હતા.પોલીસે તેમની પાસેથી ૨૦૦ રૃપિયાનો દેશી દારૃ કબજે લીધો હતો. રાતનો સમય હોય પોલીસે ઇન્દુબેનને પકડયા નહતા.અને તેમને બીજે દિવસે સવારે હાજર થવા સમજ આપી હતી.ઇન્દુબેન અને તેના પુત્ર રાકેશે ધમકી આપી હતી કે,મારા ઘરે રેડ કરવા આવશો તો હું  કોઇને પણ જાનથી મારી નાંખીશ.જે અંગે માતા અને પુત્ર સામે પોલીસે ગુનો  દાખલ કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mTjSH9
via IFTTT

Comments