વડોદરા: યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવા મુદ્દે બે હુમલાખોરોએ પ્રેમીને ફટકાર્યો

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવા મુદ્દે બે હુમલાખોરોએ પ્રેમીને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે બંને હુમલાખોરો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માણેજા ખાતે રહેતો વિપુલકુમાર સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરે છે  બે દિવસ અગાઉ તે ગામમાં યોજાયેલા છડી કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યો હતો. તે સમયે અજય સોલંકી (રહે- કૈલાસ ધામ સોસાયટી, માણેજા) અને નરેશ સોલંકી બંને  વિપુલકુમારને નજીકના એકાંત સ્થળે લઇ ગયા હતા. અને કાજલ ( નામ ફેરવેલ છે)  સાથેના તારા પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે તેવું જણાવ્યું હતું. કાજલ સાથે લગ્ન કરવાનું વિપુલએ જણાવતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બંને શખ્સોએ ભેગા મળી વિપુલને લાકડી વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવના પગલે સ્થાનિકો દોડી આવતા હુમલાખોર નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત વિપુલ ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V1uA2N
via IFTTT

Comments