સુપ્રીમના જજ તરીકે પહેલીવાર ત્રણ મહિલા સહિત નવ ન્યાયમૂર્તિઓના શપથ


71 વર્ષમાં સુપ્રીમમાં ફક્ત આઠ મહિલા ન્યાયમૂર્તિઓની નિમણૂંક થઇ

ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદીએ પણ શપથ લીધા: ન્યાયમૂર્તિ નાગરત્ના 2027માં સીજેઆઇ બની શકે છે

નવી દિલ્હી : ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના સહિત ત્રણ મહિલા ન્યાયમૂર્તિઓએ મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતના જજ તરીકેના શપથ લીધા હતા. ન્યામૂર્તિ નાગરત્ના સિનિયોરિટિમાં સૌથી ાગળ હોવાથી તે 2027ની સાલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બની શકે છે.

ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદી, હિમા કોહલી અને નાગરરત્ના શપથ ગ્રહણ કરે તે પહેલાં દેશની સર્વોચ્ચ અદાલતમાં અત્યાર સુધીમાં ફક્ત આઠ મહિલા ન્યાયમૂર્તિઓની નિયુક્તિ થઇ હતી જેમાં વર્તમાન ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનરજીનો પણ સમાવેશ થઇ જાય છે.

1059ની સાલમાં અસ્તિત્વમાં આવેલી સુપ્રીમ કોર્ટમાં તેની સ્થાપનાથી આજદિન સુધીના 71 વર્ષમાં બહુ ઓછા મહિલા ન્યાધિશોની નિમણૂંક થઇ હતી, અર્થાત ફક્ત આઠ મહિલા ન્યા.ાધિશોએ સુપ્રીમ કોર્ટના જજનું પદ શોભાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં સૌ પ્રથમ મહિલા ન્યાધિશ તરીકે નિમણૂક પામવાનું શ્રેય એમ. ફાતિમા બીબીના ફાળે જાય છે જેમની નિમણૂંક 1989માં કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના અન્ય સાત મહિલા ન્યામૂર્તિઓમાં ન્યાયમૂર્તિ સર્વશ્રી સુજાતા મનોહર, રુમા પાલ, જ્ઞાાનસુધા મિશ્રા, તંજના પી. દેસાઇ, આર. ભાનુમતિ, ઇન્દુ મલ્હોત્રા અને ઇન્દિરા બેનરજીનો સમાવશ થાય છે. 

ન્યાયમૂર્તિ હિમા કોહલી સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ પામ્યા તે પહેલાં તે તેલંગાણા હાઇકો4ટના ચીફ જસ્ટિસ હતા. 2 સપ્ટેબર, 1959માં દિલ્હીમાં જન્મેલા કોહલી દિલ્હી યુનિવર્સિટિમાંથી એલ.એલ.બીની ડિગ્રી હાંસલ કરી હતી અને 1999થી 2004 સુધી તે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના લિગલ ેડવાઇઝર તરીકે રહી ચૂક્યા હતા.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એસ. વેંકટરમૈયાના પુત્રી એવા જસ્ટિસ નાગરત્ના સુપ્રીમ કો4ટમાં નિયુક્ત થયા તે પહેલાં તે કર્ણઆટક હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે પોતાની સેવાઓ આપતા હતા.

તે ઉપરાંત ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીની સુપ્રીમ કોર્ટમાં પદોન્નતિ થઇ તે પહેલાં તે ગુજરાત હાઇકો4ટના ન્યામૂર્તિ હતા. સુપ્રીમ કોર્ટમાં દેશના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામનારા ફાતિમા બીબીની નિમણૂંક 6 ઓક્ટોબર, 1989ના રોજ થઇ હતી અને તે 29 એપ્રિલ, 1992માં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સેવાનિવૃત થયા હતા.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zAbmAj
via IFTTT

Comments