- નહીંવત વરસાદથી ખેડૂતોમાં હજુ પણ નિરાશા
- પેટલાદ અને ખંભાતમા બે મીમી, આણંદમાં એક મીમી વરસાદ નોંધાયો
આણંદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગઇકાલથી વરસાદી અમીવૃષ્ટિનો માહોલ શરૂ થવા છતાં વરસાદનુ પ્રમાણ નહિવત હોઇ ખેડૂતોમા ખેતીકાર્યો માટે ખાસ આશા જણાતી નથી. નબળી સિસ્ટમના કારણે માત્ર આછીપાતળી ઝરમર સ્વરૂપે થયેલી વૃષ્ટિએ માત્ર માર્ગો ભીના થયા છે. ઓછા વરસાદની સ્થિતિએ રહીશોને ગરમી-ઉકળાટની અનુભૂતિ વર્તાઇ રહી છે. જોકે હાલમાં ખરીફ સિઝન માટે પિયત તેમજ ડાંગરના વાવણીકાર્ય માટે કયારડાઓમા વિપુલ પ્રમાણમાં પાણીની આવશ્યકતા વર્તાઇ રહી છે. ખેડૂતો અનરાધર વરસાદની આશા સેવી રહ્યા હોઇ માત્ર ઝઃરમર વૃષ્ટિ થતાં ધરતીપુત્રોમાં ચોમાસુઋતુ સારૂ જવાની આશા ઉપર પણ પાણી ફરી વળ્યુ છે. સોમવારે બપોરે ૪ કલાકથી મંગળવારે બપોરે ૪ કલાક સુધીમા પૂર્ણ થતાં ૨૪ કલાકમાં પેટલાદ-ખંભાતમાં ૨મીમી, આણંદમાં ૧ મીમી વરસાદ નોધાયો છે. ત્યારે બીજી તરફ આગામી દિવસોમા વધુ મજબુત સિસ્ટમ સક્રિય થતાં ચોમાસુઋતુનો ભરપુર માહોલ જામશે તેવી આશા પણ સેવાઇ રહી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t4kkDm
via IFTTT
Comments
Post a Comment