નવી દિલ્હી,તા.31 ઓગસ્ટ 2021,મંગળવાર
અફઘાનિસ્તાનમાંથી હજારો ભારતીયોને તેમજ અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા બાદ ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનુ રેસ્ક્યુ મિશન સમાપ્ત કર્યુ છે.
આ ઓપરેશનમાં સામેલ તમામ વિમાનો અને કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે ભારતીય અધિકારીઓના હવાલાથી જાણકાકરી આપી હતી કે, રેસ્ક્યૂ માટે ઉપયોગમાં લેવાયેલા ભારતીય વાયુસેનાના સી-17 અને સી-130 જે વિમાનો પોતાના બેઝ પર પાછા આવી ચુકયા છે.
ભારતે પોતાના કેટલાક વિમાનોને તાજિકિસ્તાનમાં આવેલા એરબેઝ પર તૈનાત કરાયા હતા. આ વિમાનોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાંથી લોકોને ભારત પાછા લાવવા માટે કરાયો હતો.
રેસ્ક્યુ મિશન માટે સાથે સાથે એર ઈન્ડિયાના વિમાનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.
ભારત સરકાર આ દરમિયાન અમેરિકા અને તાજાકિસ્તાન જેવા વિવિધ દેશોના સંપર્કમાં હતી. બહુ તનાવપૂર્ણ સ્થિતિમાં ભારતે હજારો લોકોને અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવા માટેનુ મિશન પાર પાડ્યુ હતુ.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDrTFv
via IFTTT
Comments
Post a Comment