વાંકાનેર : ઢુવા ચોકડી નજીક બાઈક સ્લીપ થતા પિતાની નજર સામે પુત્રીનું મોત

મોરબી,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ચોકડી ખાતેના ઓવરબ્રીજ નજીક રોડ પર ખાડો આવતા તેને તારવવા જતા બાઈક સ્લીપ થવાથી બાઇક ચાલક પિતાની નજર સામે જ પુત્રીનું અકસ્માતમાં મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના મચ્છુનગર વિસ્તારમાં રહેતા ચંદુભાઇ કરશનભાઇ દુધરેજીયા ગત તા.18 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ વાંકાનેર-મોરબી હાઇવે પર ઢુવા ચોકડીના ઓવરબ્રીજ પુરો થતા રોડ પર પોતાનું હીરો સ્પલેન્ડર મો.સા. નં. GJ 36 AA 7296 લઈને પસાર થઈ રહ્યા હોય, ત્યારે રોડ પરનો ખાડો તારવવા જતા પોતાના વાહન પર કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા પોતાને તથા સાહેદ રેણુકાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં બાઇક સવાર તેમની દીકરી રીધ્ધી (ઉ.વ. 6)નું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mQQFwv
via IFTTT

Comments