કાબુલમાં તાલિબાનના કબજા બાદ કાશ્મીરથી 60 યુવાનો ગાયબ, આતંકી બન્યાની શંકા


તાલિબાની-પાકિસ્તાની આતંકી મળીને ભારતમાં હુમલા કરે તેવી શક્યતા

ભારતમાં તાલિબાનને શુભેચ્છા આપવાનો ટ્રેન્ડ, કાશ્મીરમાં આતંકી હુમલા વધ્યા : સૈન્ય-એજન્સીઓ એલર્ટ

ગાયબ થયેલા યુવાઓ તાલિબાનના સંપર્કમાં હોવાની શંકા

શ્રીનગર : અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પરત બોલાવી લીધુ છે જે બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં વધારો થવા લાગ્યો છે. જ્યારે એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન પર કબજો કરનારા તાલિબાનની મદદથી પાકિસ્તાન ગમે ત્યારે કાશ્મીરમાં હુમલા કરાવી શકે છે. 

આ માટે પાકિસ્તાન પોતાના સૃથાનિક આતંકીઓની પણ મદદ લઇ શકે છે. એટલે કે તાલિબાની અને પાકિસ્તાની આતંકીઓ મળીને ભારત પર હુમલા કરે તેવા રિપોર્ટ સામે આવ્યા છે. 

અન્ય એક ચોંકાવનારો રિપોર્ટ પણ કાશ્મીર અંગે સામે આવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની અસર જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહી છે. એજન્સીઓને મળેલી માહિતી અનુસાર આતંકીઓના છ જુથોએ કાશ્મીર ઘાટીમાં ઘુસણખોરી કરી છે, જેમના એજન્ડામાં કેટલાક મોટા ટાર્ગેટ પણ છે.

આશરે 25-30 આતંકીઓએ એક મહિનાથી સુરક્ષા દળોને ઇંગેજ કરી રાખ્યા છે. અન્ય એક રિપોર્ટ અનુસાર જમ્મુ કાશ્મીરમાંથી 60 યુવાઓ ગાયબ થઇ ગયા છે. તેઓ પાકિસ્તાન આૃથવા તાલિબાનના સંપર્કમાં હોવાની શક્યતાઓને પગલે સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય  એલર્ટ થઇ ગયા છે. 

કાશ્મીરના ટોચના પોલીસ અિધકારી વિજય કુમારે કહ્યું હતું કે આ લોકો એમ કહીને ગયા હતા કે તેઓ કોઇ કામ માટે જાય છે. જોકે બાદમાં ગાયબ થઇ ગયા છે. જે ચિંતાનો વિષય છે. અમે જમ્મુ કાશ્મીરના બધા જ મિસગાઇડેડ યુવાઓને કહી રહ્યા છીએ કે તેઓ હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં ભળી જાય. છેલ્લા એક મહિનાથી કાશ્મીરનો ટ્રેંડ પણ બદલાઇ ગયો છે અને હિંસા તેમજ આતંકી હુમલાની ઘટનાઓ પણ વધી ગઇ છે.

કેમ કે છેલ્લા એક મહિનાથી વિસ્તારો શાંત હતા ત્યાં પણ આવી ઘટનાઓ વધી રહી છે. જેને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર તાલિબાનને શુભેચ્છા આપવાનો ટ્રેંડ પણ વધી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં કાશ્મીરમાં 10 વખત એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તાલિબાનના કબજા બાદ અનુમાન લગાવાઇ રહ્યું હતું કે ભારત વિરોધી તાકતો એક થઇ શકે છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3vJXD
via IFTTT

Comments