સુરતમાં 48 કલાકમાં ચારને કોરોના : ૩ને ડિસ્ચાર્જ


 સુરત :

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોરોનામાં  સિટીમા સોમવારે બે અને મંગળવારે નવા બે  મળી 48 કલાકમાં ચાર કેસ નોધાયા છે. જેમાં રાંદેરમાં 2, વરાછા બીમાં 1 અને અઠવા  ઝોનમાં 1 કેસ  છે. જયારે બાકીના તમામ ઝોનમાં એક પણ કેસ નોંધાયા નથી.  અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ 111,473 અને  મૃત્યુઆંક 1629  છે. આ સાથે જીલ્લામાં બે દિવસમાં એક પણ કેસ નથી.  કુલ કેસ32,122 અને મૃત્યુઆંક 486 છે.  સિટી-ગ્રામ્ય મળીને  કુલ કેસનો આંક  143,595અને  મૃત્યુઆંક 2115  છે. બે દિવસમાં  સિટીમાં 3 મળી  109,799 અને  ગ્રામ્યમાં  0  સાથે  31,625 મળીને કુલ 141,424 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોનામાં સિવિલમા ચાર દર્દી અને સ્મીમેરમાં બે દર્દીની હાલત ગંભીર છે. આ ઉપરાંત બે દિવિસમાં મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એક પણ કેસ નોધાયો નથી. અત્યાર સુધીમાં સિવિલમાં 48 અને સ્મીમેરમાં 25 મળી કુલ 73 દર્દીઓ મોતને ભેટયા છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mToAEP
via IFTTT

Comments