દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉમળકાભેર ઉજવણી, 3 લાખથી વધુ ભાવિકો ઉમટયા


- ભગવાન કાળિયા ઠાકોરની કર્મભૂમિમાં 'નંદ ઘેર આનંદ ભયો..'ની ગુંજ

- જન્માષ્ટમીની રાત્રીના 12 વાગ્યાનાં ટકોરે શ્રધ્ધાળુઓ ઝુમી ઉઠયા, જગતમંદિરે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

દ્વારકા : ભગવાન કાળિયા ઠાકોરની કર્મભૂમી દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોનોકાળ હળવો થતાં ગઈકાલે એક જ દિવસમાં ૩ લાખથી વધુ ભાવિકો ઉમટયા હતા અને પવિત્ર ગોમતી સ્નાન કરીને ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો ધર્મલાભ લીધો હતો. જન્માષ્ટમીની રાત્રીના ૧૨ વાગ્યાનાં ટકોરે માં 'નંદ ઘેર આનંદ ભયો..'ની ગુંજ સાથે શ્રધૃધાળુઓ ઝુંમી ઉઠયા હતા. જગતમંદિરે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 

યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી આઠમ એટલે જન્માષ્ટમીના પાવન અવસરે સંખ્યાબંધ ભાવિકોની ઉપસૃથીતીમાં શ્રીકૃષ્ણ જન્મત્સવની ભક્તિમય વાતાવરણમાં ભવ્ય ઉજવણી પુજારી પરીવાર દ્વારા કરવામાં આવી હતી. રાત્રીના ૧૨ના ટકોરે શ્રી દ્વારકાધીશના ત્રૌલોકય સુંદર જગતમંદિરમાં ઝળહળથી રોશની વચ્ચે 'જય રણછોડ માખણ ચોર'ના ધોષ સાથે 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નાદ સાથે કૃષ્ણ જન્મત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

જન્માષ્ટમીએ કાળિયા ઠાકોરને ખુલ્લા પડદે મંત્રોચારથી પુજારી દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશને જન્માષ્ટમીના રાત્રીના દસ વાગ્યે ભિતરમાં બંધ પડદે મંગલા આરતી કર્યા બાદ પ્રભુંના જન્મના સ્નાન અભિષેક પુજન કરાયા બાદ શ્રીજીને શુંગાર કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી મસ્તક પર ફુલેર, શીશફુલ, મોર- ચંદ્રીકા, કાને મોર કુંડલ, શિશફુલ, હિરા સોના જડીત માળા હાર, કંઠના કંઠયારી, વૂક્ષ સૃથળ પર સોના જડીત ગંઠા સોના-મોતી જડીત જનોઈ ચરણચોડી ઝાંઝર  ચોટી, મુખારવિંદ પર ચાંદલો, હડપચી નાક પર નવસેર સોના ઝડીત મીટીકા તથા ઝરીયન ઝડીત વો, ચાદગાર કેસરીયા વાઘા સાથે પૂર્ણ શણગાર કરવામાં આવ્યો હતો. 

ભગવાન દ્વારકાધીશજીને શુંગાર બાદ પરંપરા ભોગ અર્પણ કરવામાં આવેલ હતો. જેમાં મખજ લાડું, બુંદી, લાટી, મોહનથાળ, મેસુંબ, પુળી, પકોડી, શાકભાજી, ભજીયા, બાસુંદી, રબડી, માવા, મિઠાઇ વગેરેના મહાભોગ સાથે વિશેષ પંજરી શ્રીજીને ધરાવવામાં આવી હતી. રાત્રીના ૧૨ વાગ્યે પ્રભુ પ્રાગટય મહોત્સવની આરતી છડી પોકારી જય નાદ સાથે તથા નંદ ઘેર આનંદ ભયો જય કનૌયા લાલ કિ.. ઉમંગ અને ઉલાસથી જન્મોત્સવ મનાવામાં આવ્યો હતો. રાત્રીના શ્રીજીના અઠી વાગ્યે અનોસર(દર્શન બંધ) બાદ ભિતરમાં મહાભોગ ધરાવામાં આવેલ, જેમા તમામ પ્રકારના મીષ્ટાન, તમામ પ્રકારની માવાની મીઠાઇ વિગેરે અર્પણ કરી આ મહાભોગની સાથે જ પ્રભુને વિશ્રામ અનોસર કરવામાં આવ્યા હતા.

પારણા નોંમના સવારે ૭.૦૦ વાગ્યે શ્રીજીના દર્શન કરાવામાં આવ્યા હતા. પૂરા વર્ષ દરમ્યાન પારણા નૌમનો એક જ દિવસ એવો છે, જેમાં સવારે શ્રીજીને સ્નાન શૃંગાર કરવામાં આવતા નથી. જન્માષ્ટમીનો જ શૃંગારમાં નૌમના પ્રભૂંના બાલસ્વરૂપને સોના જડીત પારણામાં પધરાવી પારણા દર્શન કરાવામાં આવેલા હતા. શ્રીજીના બાલસ્વરુપને પારણામાં ઝુંલાવી વિવિધ પ્રકારના રમકડા શ્રીજીના બાલસ્વરૂપ પાસે રાખીને રમાડવાનો ભાવ કરવામાં આવ્યો હતો. નવમીના સંધ્યા શુંગાર બાદ સાંજનો નિત્યક્રમ કરી રાત્રીના ૯.૩૦ વાગ્યે પુજારીઓ દ્વારા શયન સ્તુતિ ગાયને શ્રીજીને શયન કરાવવામાં આવ્યું હતું. 

પરંપરા મુજબ કાળિયા ઠાકોરનો જન્મ મહોત્સવ તથા નવમી- પારણા મહોત્સવ મનાવામાં આવ્યો હતો. ત્રિદીવય ઉત્સવ દરમિયાન લાખો ભાવિકો દુર દુરથી આવી કળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુંભવી હતી. આ ઉપરાંત દ્વારકા દર્શન કરીકે ઓળખાતા નાગેશ્વર, ગોપી તળાવ, બેટ દ્વારકા, રૂક્ષમણી મંદિરે પણ હજારો ભાવિકો દર્શનાથે પહોચ્યા હતા. તહેવાર દરમિયાન યાત્રિકોથી દ્વારકા છલકાઈ ગયું હતું. હોટલો, ગેસ્ટાહાઉસ, ધર્મશાળાઓમાં  હાઉસફુલના પાટીયા મારી દીધા હતા.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38rOrv9
via IFTTT

Comments