મુંબઈ : કોરોનાને કારણે માર્ચ 2020માં તળિયે ગયા બાદ બીએસઈ સેન્સેકસ ઈન્ડેકસ છેલ્લા 17 મહિનામાં 31000 પોઈન્ટ વધીને આજે 57000ના આંકને પાર કરી ગયો છે, પરંતુ ઈન્ડેકસ અને તેના ઘટકો બ્રોડર માર્કેટના વળતર સાથે કદમ મિલાવી શકયા નથી. સ્મોલ કેપ તથા મિડ-કેપ્સમાં રિટેલ રોકાણકારોના જોરદાર આકર્ષણને પરિણામે આ શેરોમાં છેલ્લા દોઢ વર્ષમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
માર્ચ 2020માં 25639 કરતા પણ નીચી સપાટીએથી 31000 પોઈન્ટસ વધવામાં સેન્સેકસને 17 મહિના લાગ્યા હતા અને મંગળવારે સેન્સેકસ પ્રથમ જ વખત 57000ને પાર કરી ગયો હતો. 1986માં સેન્સેકસની રચના થઈ ત્યારથી તેને 31000ની સપાટીએ પહોંચવામાં 31 વર્ષ લાગી ગયા હતા. સેન્સેકસની 31000ની સપાટી પહેલી વખત મે 2017માં જોવા મળી હતી.
સેન્સેકસની માર્કેટ કેપ છેલ્લા 17 મહિનામાં 122 ટકા વધી છે જ્યારે બીએસઈમાં લિસ્ટેડ શેરોની માર્કેટ કેપમાં આ ગાળામાં 140 ટકા વધારો થયો છે, એમ બજારના એક વિશ્લેષકે જણાવ્યું હતું. વિશ્વની મોટાભાગની ઈક્વિટીઝ બજારોએ કોરોના પછીના કાળમાં સારી કામગીરી દર્શાવી છે, પરંતુ બહુ થોડાઘણાં ઈન્ડેકસે ભારતીય ઈક્વિટીઝ જેવી મજબૂત કામગીરી દર્શાવી છે.
સ્મોલ કેપ્સે મિડ-કેપ્સ કરતા 15 ટકા સારી કામગીરી દર્શાવી છે અને મિડ-કેપ્સે આટલા જ માર્જિનથી લાર્જ કેપ્સ કરતા સારી કામગીરી દર્શાવી હોવાનું પણ વિશ્લેષકે ઉમેર્યું હતું. ભારતીય શેરબજારોમાં રિટેલ સહભાગમાં વધારાને કારણે ઈન્ડેકસમાં વધારો જોવા મળ્યો છે. નાણાં વર્ષ 2021માં એનએસઈ પર સ્ટોકના કુલ ટર્નઓવરમાં 45 ટકા હિસ્સો રિટેલ ઈન્વેસ્ટર્સનો રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yxfxvx
via IFTTT
Comments
Post a Comment