નવી દિલ્હી,તા.31 ઓગસ્ટ 2021,મંગળવાર
અમેરિકાના તમામ સૈનિકોની આખરે અફઘાનિસ્તાનમાંથી વાપસી થઈ ગઈ છે અને તે સાથે જ અમેરિકાનુ અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી ચાલતુ લશ્કરી અભિયાન પણ પૂરૂ થયુ છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ હતુ કે, 17 દિવસમાં અમેરિકન સૈનિકોએ ઈતિહાસના સૌથી મોટા એરલિફ્ટ મિશનને અંજામ આપીને 1.20 લાખ અમેરિકન નાગરિકો, સહયોગીઓ અને તેમના પરિવારજનોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. મેં વિદેશ મંત્રીને કહ્યુ છે કે, આપણા આંતરરાષ્ટ્રીય ભાગીદાર દેશો સાથે કો ઓર્ડિનેશનમાં રહે. જેથી અમેરિકાન, અફઘાન તેમજ બીજા વિદેશી નાગરિકો માટે સુરક્ષીત રીતે બહાર આવવાનો રસ્તો નક્કી કરી શકાય.
બાઈડેને કહ્યુ હતુ કે, આવતીકાલે બપોરે હું અફઘાનિસ્તાનમાં અમેરિકાની ઉપસ્થિતિને આગળ નહીં કેમ વધારવી જોઈએ તે અંગે લોકોને સંબોધન કરીશ. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને બહાર નિકળવા માટે કાબુલ એરપોર્ટને ફરી ખોલવા માટે અમેરિકા પોતાના સાથી દેશો સાથે સંપર્કમાં રહેશે.
અમેરિકાનુ કહેવુ છે કે, હવે અફઘાનિસ્તાનમાં માત્ર 200 અમેરિકન નાગરિકો રહ્યા છે. જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગતા હશે તો તેમને બહાર કાઢવા માટે અમેરિકા પ્રયત્નો ચાલુ રાખશે. આ સાથે અફઘાનિસ્તાનની જગ્યાએ અમેરિકાએ પોતાનુ ડિપ્લોમેટિક મિશન કતારથી શરૂ કર્યુ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gM0fx1
via IFTTT
Comments
Post a Comment